Friday, January 30, 2026
Homeરાજકોટરાજકોટ-મોરબી: છેતરપિંડી, અકસ્માત અને સીસીટીવી ફૂટેજની ત્રણ મોટી ઘટનાઓ પ્રકાશમાં

રાજકોટ-મોરબી: છેતરપિંડી, અકસ્માત અને સીસીટીવી ફૂટેજની ત્રણ મોટી ઘટનાઓ પ્રકાશમાં

1️⃣ રાજકોટ: કેન્દ્રીય વિદ્યાલયમાં 11.83 લાખની છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો

રાજકોટના કેન્દ્રીય વિદ્યાલયમાં આર્થિક ગેરરીતિ બહાર આવતા ચકચાર મચી છે. પ્રિન્સિપાલે સિનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ દેવેન્દ્ર ગણાત્રા વિરુદ્ધ ₹11,83,839 રૂપિયા પોતાના ખાતામાં જમા કરાવ્યાનો આરોપ મૂકીને ગુનો નોંધાવ્યો છે.
યુનિવર્સિટી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી કેસની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.


2️⃣ જેતપુર: જેતલસર પાસે બસ-ટ્રકની ટક્કર, 10થી વધુ મુસાફરીઓને ઈજા

જેતપુર નજીક આવેલા જેતલસર પાસે હાઈવે પર ગેસના બોટલો ભરેલા બંધ ટ્રક પાછળ ખાનગી ટ્રાવેલ્સની બસ ઘૂસતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ ઘટનામાં 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
જેઓને 108 મારફતે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાંથી 3 મુસાફરોની હાલત ગંભીર હોવાથી તેમને જુનાગઢ રિફર કરવામાં આવ્યા છે.


3️⃣ રાજકોટ: એસ્ટ્રોન ચોકે કારનો લોક તોડતો વ્યક્તિ સીસીટીવીમાં કેદ

રાજકોટના એસ્ટ્રોન ચોક પાસે પોલીસે લગાવેલી જપ્ત કરેલી કારનો લોક તોડવાનો પ્રયત્ન કરતો કારચાલક સીસીટીવીમાં કેદ થયો છે.
લોક તોડનારએ પોતાનો દોષ છુપાવવા પોલીસ પર જ આક્ષેપો કર્યા હતા.
પોલીસ હવે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments