HomeLocal Newsશહેર-જીલ્લા યુથ કોંગ્રેસની કારોબારી બેઠક NEET પરીક્ષાના પેપરલીક મુદ્દે ગુજરાતમાં વિરોધ પ્રદર્શન...

શહેર-જીલ્લા યુથ કોંગ્રેસની કારોબારી બેઠક NEET પરીક્ષાના પેપરલીક મુદ્દે ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરાશે

ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રવિણસિંહ વણોલ તથા ગુજરાત યુથ કોંગ્રેસના પ્રભારી નિખિલ ત્રિવેદીની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે રાજકોટ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ ભાગ્યરાજસિંહ વાળા અને જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ દીપ ભંડેરી ની આગેવાની માં કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા માટે આગામી દિવસોની વ્યૂહરચના તથા રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો.
બેઠક દરમિયાન શક્તિ સુપર શી ગુજરાત ચેરમેન વૈશાલી શીંદેએ બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, દેશની પરિસ્થિતિ દિવસેને દિવસે ગંભીર બની રહી છે. એક તરફ પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવોથી સામાન્ય જનતા આર્થિક બોજ હેઠળ દબાઈ રહી છે, તો બીજી તરફ પેપર લીક જેવી ઘટનાઓ દ્વારા યુવાનોના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર યુવાનોને રોજગાર અને સુરક્ષિત ભવિષ્ય આપવાના બદલે તેમની આશાઓ સાથે રમત રમી રહી છે. આવી પરિસ્થિતિમાં હવે યુવાનોને મેદાનમાં ઉતરી સરકારને જનતાના પ્રશ્નોનો જવાબ માંગવાનો સમય આવી ગયો છે.
ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ પ્રવિણસિંહ વણોલે જણાવ્યું હતું કે, ગઊઊઝ પરીક્ષાના પેપર લીક મુદ્દે સમગ્ર ગુજરાતમાં વધુ આક્રમક રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રાજકોટ ખાતે પણ યુથ કોંગ્રેસ તથા શક્તિ સુપર શી દ્વારા પેટ્રોલ પંપ પર વિરોધ પ્રદર્શન યોજીને મોંઘવારી, બેરોજગારી અને યુવાનો સાથે થતાં અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોને જાલ મૂડી તેમજ મેલોડી ખવડાવી અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા કેટલાક હોદ્દેદારોની અટકાયત પણ કરવામાં આવી હતી.
આ કારોબારી બેઠક તથા વિરોધ પ્રદર્શનમાં પ્રભારી નિખિલભાઈ ત્રિવેદી, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ પ્રવિણસિંહ વણોલ, વૈશાલીબેન શીંદે, ,આદિત્યસિંહ ગોહિલ, અલ્પેશભાઈ સાધરીયા,હરપાલસિંહ જાડેજા, રવિભાઈ જીતીયા, મુકુંદ ટાંક ભાગ્યરાજસિંહ વાળા, દીપભાઈ ભંડેરી, હિરલબેન રાઠોડ, સોનિયાબેન રાવલ, રચનાબેન જોશી, સંજનાબેન ગોહેલ, શીતલબેન ગોહેલ, સોહિલભાઈ જેરિયા, યજ્ઞેશભાઈ દવે, સાવલિયા મયુર, ધ્રુવ ઢોલરીયા, યંશ તાળા, ગઢેરિયા રાજ, સાહિલ તરપદા, ભાવેશ ચૌહાણ, નરેન્દ્ર પટેલ, રાજ પડદાર, અનિકેત બાવીસા, ફેનિલ વોરા, પરમાર વિપુલ, સોઢા રવિ, ઠાસરીયા જાવીદ, વ્યાસ પ્રિન્સ, કિશન પર્સનિયા, મેહુલભાઈ મકવાણા, વાઘેલા જલ્પેશ, અક્ષાંશ ગોસ્વામી, ધવલ રાઠોડ, રાજેશ કંડોલીયા, હાર્દિક મકવાણા સહિત શહેર-જિલ્લાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
વિરોધ કાર્યક્રમ દરમિયાન પ્રવિણસિંહ વણોલ (પ્રમુખ, ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ), અલ્પેશભાઈ સાધરીયા (ઉપપ્રમુખ, ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ), રવિભાઈ જીતીયા (ઉપપ્રમુખ, રાજકોટ શહેર કોંગ્રેસ), હિરલબેન રાઠોડ (પ્રમુખ, રાજકોટ શહેર સુપર શક્તિ શી), કલ્પેશભાઈ વાઘેલા (મહામંત્રી, યુથ કોંગ્રેસ રાજકોટ શહેર) અને નરેન્દ્રભાઈ પટેલ (મહામંત્રી, જિલ્લા યુવા કોંગ્રેસ) સહિતના હોદ્દેદારોની અટકાયત પણ કરવામાં આવી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments