HomeLocal Newsમુંબઈમાં CNGનાં ભાવમાં રૂા. 2નો વધારો

મુંબઈમાં CNGનાં ભાવમાં રૂા. 2નો વધારો

મુંબઈમાં કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) ફરી મોંઘો થયો છે. CNGના ભાવમાં વધારો થયો છે, જેના કારણે મુંબઈ અને આસપાસના વિસ્તારોના વપરાશકર્તાઓને આજથી વધુ કિમત ચૂકવવી પડશે. મહાનગર ગેસ લિમિટેડ (MGL) એ છૂટક વેચાણ ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ.2 નો વધારો કર્યો છે. ઘરેલું પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)ના ભાવમાં પણ પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (SCM) 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
આ ફેરફાર બાદ, મુંબઈ, થાણે, નવી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં CNG ની કિમત રૂ.84 પ્રતિ કિલોગ્રામથી વધીને રૂ.86 પ્રતિ કિલોગ્રામ થશે. ઘરેલું ઙગૠની કિમત રૂ.52 પ્રતિ જઈખ થશે. ખૠકએ જણાવ્યું હતું કે આ વધારો ગેસ ખરીદવાના ખર્ચમાં અચાનક વધારો થવાને કારણે થયો છે. મુંબઈમાં આશરે 12 લાખ સીએનજી વાહનો પર અસર થશે. જેમાં આશરે 2,80,000 ઓટો-રિક્ષાનો સમાવેશ થાય છે. બીજી તરફ પીએનજી કનેક્શન ધરાવતા 31 લાખ ઘરો પર પણ તેની અસર પડશે. ભાવ વધારાથી દૈનિક મુસાફરોના મોટા ભાગ પર અસર પડશે, કારણ કે ઓટો-રિક્ષા, ટેક્સી અને બસો સીએનજી ગેસ પર ભારે નિર્ભર છે. પરિણામે, ભાવ વધારાથી મુસાફરો અને વાહન માલિકો બંને પર વધારાનો નાણાકીય બોજ પડશે.
ઈગૠના વધતા ભાવે ઓટો અને ટેક્સી ડ્રાઈવરોની મુશ્કેલીઓ વધારી દીધી છે. ઓટો અને ટેક્સી યુનિયનો ભાડું વધારવાની માગ કરી રહ્યા છે. મુંબઈ રિક્ષા મેન્સ યુનિયનના નેતા થંપી કુરિયને જણાવ્યું હતું કે ભાડામાં વધારો જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન ફોર્મ્યુલા મુજબ, બેઝ ભાડામાં પ્રતિ કિલોમીટર આશરે રૂ.1.12 નો વધારો થવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે ભાડા વધારાનો પ્રસ્તાવ પરિવહન વિભાગ દ્વારા મુંબઈ રિક્ષા ચાલક સંઘ (MMRAT)ને મોકલવામાં આવશે, જે કોઈપણ ઓટો-ટેક્સી ભાડા વધારા અંગે અંતિમ નિર્ણય લે છે. ટેક્સી યુનિયનો દ્વારા બેઝ ભાડામાં રૂ.2 થી રૂ.3 નો વધારો કરવાની પણ માગ કરવામાં આવી છે. યુનિયનો કહે છે કે વધતા જતા ઇંધણના ભાવ ડ્રાઇવરોની કમાણી પર અસર કરી રહ્યા છે. જો કે, વધેલા ભાવ હોવા છતાં, હજુ પણ પેટ્રોલ અને ડીઝલ કરતાં સસ્તું ઇંધણ છે. મુંબઈમાં, ઈગૠ પેટ્રોલની સરખામણીમાં આશરે 45% અને ડીઝલની સરખામણીમાં આશરે 12% ની બચત પૂરી પાડે છે. મે મહિનામાં ઈગૠના ભાવમાં આ બીજો વધારો છે. અગાઉનો વધારો 13 મેના રોજ પ્રતિ કિલોગ્રામ રૂ.2 નો હતો. એપ્રિલમાં સીએનજીના ભાવમાં પણ 1 રૂ. નો વધારો કરવામાં આવ્યો હતો. કંપનીએ જણાવ્યું હતું કે વૈશ્વિક ઉર્જા પુરવઠા શૃંખલામાં ભૂરાજકીય વિક્ષેપો, મોંઘા ગેસસ્ત્રેતો પર નિર્ભરતામાં વધારો, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને નબળા રૂપિયાને કારણે ગેસ ખરીદી ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. આ જ કારણ છે કે ભાવમાં સુધારો જરૂરી હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments