HomeLocal Newsઅમરેલીમાં બ્રોડગેજ અને મીટરગેજની કામગીરી આડેપાટે દોડવા લાગી

અમરેલીમાં બ્રોડગેજ અને મીટરગેજની કામગીરી આડેપાટે દોડવા લાગી

અમરેલીના લોકોના કિસ્મતમાં બ્રોડગેજ રેલ્વે સેવા જ લખીના હોય તેમ વધુ એક વખત અમરેલીની બ્રોડગેજ રેલ્વે સેવા માટેની ગાડી આડે પાટે ચડી ગઇ છે. તો બીજી તરફ અમરેલીના કેરીયા રોડ પર પણ અન્ડર પાસની કામગીરી ચાલી રહી હતી તે કામગીરી પણ બંધ કરી દેવામાં આવતા વર્ષોથી ચાલતી મીટર ગેજ સેવા પણ શરૂ થઈ શકે તેમ નથી.
અગાઉ અમરેલીમાં બે મહિનામાં બ્રોડગેજની કામગીરી પૂરી કરીને ટ્રેન ચાલુ થઈ જશે તેવા સાંસદના દાવાઓ વચ્ચે આ અમરેલીના ડ્રીમ પ્રોજેકટ ફરી એક વખત આડે પાટે ચડી જતા આ પ્રોજેકટ અટવાયો છે.
હાલમાં અમરેલીના ઈશ્વરીયા-ગીરીયા રોડ વચ્ચે આવતા ફાટક નં. 16 માટે રેલ્વે દ્વારા જમીન સંપાદન કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને તે કામ થયા પછી કામગીરી આગળ વધે તેવી શકયતા છે.
ત્યારે અમરેલીમાં જુદા જુદા લીડરો, સૌરાષ્ટ્ર વિકાસ સમિતિ અને પછી મિશન બ્રોડગેજ સમિતિ દ્વારા સતત લડતઆપવામાં આવી રહી છે. અમુક ચોક્કસ વર્તુળો પોતાના આર્થિક સ્વાર્થ માટે અમરેલીને બ્રોડગેજ મળે તેવું ઈચ્છતા ન હોવાથી અનેક માનવસર્જિત ઊભી કરવામાં આવેલી અડચણો ઊભી કરવામાં આવી રહી છે.
અમરેલીમાં બ્રોડગેજ માટે અમરેલીથી ખીજડીયા સુધી નવો રસ્તો કાઢીને મંજૂરી આપવામાં આવી હતી. તે પછી કામગીરી પણ શરૂ થઈ ગઈ હતી અને હવે કામગીરી અંતિમ તબક્કામાં છે ત્યાં ફરીથી નવી અડચણોના કારણે બ્રોડગેજની કામગીરી સામે નવા પડકારો ઉભા કરવામાં આવી રહ્યા છે.
અમરેલીમાં અગાઉ બ્રોડગેજ લાઈન પર સ્પીડ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો અને ઈલેકટ્રીફીકેશનની કામગીરી પણ ચાલુ છે. જે પૂરી થતા બે મહિનામાં અમરેલીમાં બ્રોડગેજ દોડતી થઈ જશે તેવી આશા બંધાઈ હતી. ત્યારે અમરેલીમાં બ્રોડગેજ માટે ફરીથી નવી અડચણો સામે આવી રહી છે.
અમરેલીના ઈશ્વરીયાથી ગીરીયા વચ્ચે રોડ પર ફાટક પાસે અન્ડર બ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ પ્રોજેકટ માટે ગીરીયા અને ઈશ્ર્વરીયા ગામની જમીનને સંપાદિત કરવી પડે તેમ છે અને આ જમીન સંપાદન કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે કામગીરી થયા પછી અહીં બ્રિજ બનાવવાની કામગીરી થાય તેમ છે અને આ કારણે બ્રોડગેજની કામગીરી ફરી એક વખત લંબાય તેવી શકયતા ઊભી થઈ છે.
આ ઉપરાંત અમરેલીના કેરીયા રોડ પર પણ અન્ડર પાસની કામગીરી ચાલી રહી છે અને તે પૂર્ણ થવામાં છે. ત્યારે કોઈ અગમ્ય કારણોસર કેટલાક સમયથી તે કામગીરી હાલ બંધ થઈ ગઈ છે અને બ્રોડગેજ ચાલુ ન થાય તેવા કેટલાંક લોકો દ્વારા ઇસ્યુ ઊભા કરવામાં આવતા આ મીટર ગેજ સેવાઓ શરૂ કરવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments