HomeLocal Newsતમિલનાડુના મુખ્યમંત્રી વિજયની મોટી જાહેરાત તમિલનાડુમાં 14 લાખથી વધારે ખેડૂતોની 50 હજાર...

તમિલનાડુના મુખ્યમંત્રી વિજયની મોટી જાહેરાત તમિલનાડુમાં 14 લાખથી વધારે ખેડૂતોની 50 હજાર સુધીની લોન માફ

તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે ખેડૂતો માટે મોટું પગલું ભર્યું છે. થલપતિ વિજયે સોમવારે તમિલનાડુના સીમાંત ખેડૂતો માટે સહકારી બેન્કોમાંથી લીધેલી 50,000 રૂપિયા સુધીની લોનને માફ કરવાની ઘોષણા કરી છે. તેની સાથે જ રાજ્યના મોટા ખેડૂતો માટે પણ 5000 રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ નિર્ણયથી રાજ્યના 14.22 લાખ ખેડૂતોને લાભ મળશે અને સરકાર પર 2044 કરોડનો વધારાનો આર્થિક બોજ આવશે. તમિલનાડુમાં નવી બનેલી ટીવીકે સરકારનું આ પગલું વિધાનસભા ચૂંટણી દરમિયાન કરેલા ચૂંટણીના વાયદામાં સામેલ હતું.
સમીક્ષા બેઠકમાં લેવાયો મોટો નિર્ણય: આ અગાઉ સોમવારે સચિવાલયમાં તમિલનાડુના મુખ્યમંત્રી વિજયના નેતૃત્વમાં એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી આર. વિનોથ, સહકારિતા મંત્રી વી. ગાંધીરાજ, નાણા, યોજના અને વિકાસ મંત્રી એન. મારિયા વિલ્સન અને અન્ય વિભાગીય અધિકારીઓના પરામર્શથી ખેડૂતો માટે પાક વીમાની લોન મુદ્દે સમીક્ષા બેઠક યોજાઈ હતી. ભારતીય રિઝર્વ બેન્કની સરકારી લોન માફી યોજનાઓ માટે મોડલ ઓપરેશનલ ગાઈડલાઈન (28.11.2025) અનુસાર સરકારે આ પગલું ઉઠાવ્યું છે. તેમાં આ શરત છે કે સરકારને પાક વીમા લોનની સંપૂર્ણ રકમ 45થી 60 દિવસની અંદર વિતરિત કરવાની રહેશે. તમિલનાડુ સરકારની વર્તમાન નાણાકીય સ્થિતિ અને ઉપલબ્ધ નાણાકીય સંસાધનોને ધ્યાનમાં રાખતા મુખ્યમંત્રીએ આ પડકારભરી સ્થિતિઓ છતાં 1 મે 2025 અને 28 ફેબ્રુઆરી 2026ની વચ્ચે સહકારી બેન્કોમાંથી ખેડૂતો તરફથી લેવામાં આવેલી લોનને માફ કરવાનો આદેશ જાહેર કર્યો છે.
આ ઉપરાંત અન્ય મોટા ખેડૂતો માટે પ્રતિ ખેડૂત 5000 રૂપિયાના પાક લોન માફી આપવામાં આવશે, જેમણે સરકારી બેન્કોના માધ્યમથી પાક લોન લીધેલી છે. આ પાક લોન માફી એ ખેડૂતો માટે અત્યંત લાભકારી સિદ્ધ થશે, જે આગામી ખેતીની સિઝન માટે લોન લેવા માગે છે.
આ કૃષિ લોન માફી યોજના અંતર્ગત 1 મે 2025 અને 28 ફેબ્રુઆરી વચ્ચે સહકારી બેન્કોમાંથી લોન મેળવનારા 1,422,555 ખેડૂતોને લાભ મળશે. એવું કહેવાયું છે કે આ પહેલના કારણે તમિલનાડુ સરકાર પર 2,044.46 કરોડ રૂપિયાનો વધારાનો બોજ આવશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments