રાજ્યભરમાં હાલ જનગણના – 2027ના ભાગરૂપે ઓનલાઇન પ્રક્રિયાનો પ્રારંભ થઇ ચુક્યો છે. જેમાં નાગરિકો ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી ઓનલાઇન સ્વ-ગણના પ્રક્રિયા કરી શકે છે.
રાજકોટના શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ આજરોજ સ્વ-ગણના પ્રક્રિયા (સેલ્ફ એન્યુમરેશન) પૂર્ણ કરતા જણાવ્યું હતું કે, ઓનલાઇન વેબ પોર્ટલના માધ્યમથી સ્વ-ગણનાની માહિતી રજીસ્ટર કરવી ખૂબ સહેલી અને ઝડપી છે. નાગરિકોએ થોડો સમય ફાળવી આ પ્રક્રિયામાં સહભાગી થવું જોઈએ, સાથે એ વાતનું ધ્યાન રાખવું કે સ્વ-ગણનાના બહાને કોઈ ફોન કરી ઓ.ટી.પી.ની માંગણી કરે તો પણ આપવો નહીં, અન્યથા તમારી સાથે સાયબર ફ્રોડ થઈ શકે છે. સ્વ-ગણનાની સાથે સાથે સાવધાની રાખવા કમિશનરએ અપીલ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય જનગણનાના પ્રથમ ચરણમાં હાલ ઘરયાદી અને મકાન ગણતરીની પ્રક્રિયા તભ.ભયક્ષતીત.લજ્ઞદ.શક્ષ પોર્ટલના માધ્યમથી ઓનલાઇન શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે અત્યારે પ્રથમ તબક્કો એટલે કે ’સ્વ-ગણના’ પ્રક્રિયા 31 મે સુધી ચાલુ છે. જેમાં મોબાઈલના માધ્યમથી આપ પોતે આપની પોતાની સ્વગણના એટલે કે જનગણતરી કરાવી શકો છો.
આ પ્રક્રિયાના અંતે 11 અંકનો કોડ મળશે. પહેલી જૂનથી ઘરે-ઘરે જનગણના ચાલુ થશે ત્યારે ગણતરી કરવા ઘરે આવનારા અધિકારીને આ કોડ આપવાનો રહેશે.

