ટંકારામાં આવેલ સેલ્સ એજન્સી દુકાનના તાળા તોડી તસ્કરોએ દુકાનમાંથી 53 હજારથી વધુની તમાકુની ચોરીની ઘટના બની હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી બે ઇસમોને ઝડપી લીધા છે અને ચોરી થયેલ તમાકુના ડાબલા, સ્વીફ્ટ કાર અને 2 મોબાઈલ સહીત 3.63 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
ટંકારા ટાઉન વિસ્તારમાં ગત તા. 17 ના રોજ શ્રી રામ સેલ્સ એજન્સી દુકાનના તાળા તોડી તમાકુના ડાબલા ભરેલા કાર્ટુનમાંથી અજાણ્યા ચોર ઇસમોએ 16 નંગ તમાકુના ડબલા કીમત રૂ 53,920 ની ચોરી કરી નાસી ગયા હતા ટંકારા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જે વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને હુમન સોર્સીસ મારફત તપાસ કરતા સ્વીફ્ટ કાર જીજે 06 કેપી 3229 વાળીનો ઉપયોગ ચોરીના ગુનામાં કરવામાં આવ્યો હતો જેથી પોલીસે બાતમી મેળવી છતર પોલીસ ચેક પોસ્ટ પાસેથી કારને ઝડપી લઈને આરોપી રવિભાઈ ભીખાભાઈ ચાઉં અને રૂપેશ ચંદ્રકાંતભાઈ સંચાણીયા રહે બંને રાજકોટ વાળાને ઝડપી લીધા છે.
પોલીસે ચોરીમાં ગયેલ તમાકુના ડબલા નંગ 16 કીમત રૂ 53,920, સ્વીફ્ટ કાર કીમત રૂ 3 લાખ અને 2 મોબાઈલ કીમત રૂ 10,000 મળીને કુલ રૂ 3,63,920 નો મુદામાલ જપ્ત કર્યો છે એક આરોપી સુરેશ અશોકભાઈ ગવડીયા રહે રાજકોટ કોઠારિયા મેઈન રોડ સોમનાથ પાર્ક વાળાનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી.

