HomeLocal Newsરાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રાજકોટ : ‘હીર એન્ટરપ્રાઇઝ’...

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રાજકોટ : ‘હીર એન્ટરપ્રાઇઝ’ માંથી જીવાતવાળી 2000 કિલો સડેલી બદામ પકડાઇ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયા, માધાપર ચોકડી પાસે, જામનગર રોડ, રાજકોટ મુકામે આવેલ “હીર એન્ટરપ્રાઇઝ” (ઉત્પાદક)પેઢીની તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલ બદામ (ડ્રાયફ્રુટ)નો અંદાજિત 2,000 કી.ગ્રા જથ્થો સડેલો તથા જીવાત વાળો માલૂમ પડેલ પેઢીમાં બદામની કતરણ પ્રોસેસિંગ કરી મીઠાઇ, આઈસક્રીમ તથા ગોલા જેવી ખાદ્યચીજોનો વિતરણ કરતાં વેપારીઓને વેચાણ કરતાં હોવાનું માલૂમ પડેલ સદર ઉત્પાદક પેઢીના ભાગીદાર પ્રદીપભાઇ દૂધાત્રાને સ્થળ પર પૂછપરછ કરતાં તેઓ ફૂડ લાઇસન્સ કે ૠજઝ સર્ટિ. ધરાવતા ન હોવાનું જણાવેલ. જે અંગે પેઢીને યોગ્ય સ્ટોરેજ તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ વેંચાણ માટે રાખેલ જથ્થામાથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ બદામ (લૂઝ)નો નમૂનો લેવામાં આવેલ. બાદમાં સદરહુ બદામનો જથ્થો માનવ વપરાશ માટે યોગ્ય ન હોય તમામ આશરે 2,000 કી.ગ્રા બદામનો જથ્થો સ્થળ પર જઠખ શાખાના વાહનમાં નાશ કરવામાં આવેલ. ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના મવડી મેઇન રોડ, જીવરાજ પાર્ક, અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 16 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 3 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 13 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ. ચકાસણી કરેલ ધંધાર્થીઓની વિગત :- (01)ભેરુનાથ બદામ શેક – લાઇસન્સ બાબતે સૂચના (02)ન્યુ શ્રીજી આઈસક્રીમ – લાઇસન્સ બાબતે સૂચના (03)વૃંદાવન આઈસક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (05)જે.પી સોડા આઈસક્રીમ (06)મિલન ગોલા (07)પટેલ ગોલા (08)સંગમ ગોલા (09)સ્નો બોલ પોઈન્ટ (10)આવિષ્કાર આઈસક્રીમ (11)મારુતિ કોઠી આઈસક્રીમ (12)શ્રી બાલાજી કોઠી આઈસક્રીમ (13)પટેલ ગોલા (14)વિલેજ ટેસ્ટ ડ્રાય ફ્રૂટ ગોલા (15)શ્રી વૃંદાવન આઈસક્રીમ (16)હરી નેચરલ કોઠી આઈસક્રીમની ચકાસણી કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટીસ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ નીચે મુજબની વિગતે કુલ 3 નમૂના લેવામાં આવેલ. બદામ (લૂઝ): સ્થળ – હીર એન્ટરપ્રાઇઝ (ઉત્પાદક પેઢી), યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયા, માધાપર ચોકડી પાસે, જામનગર રોડ, રાજકોટ. રેડ વેલ્વેટ આઇસ્ક્રીમ (લૂઝ): સ્થળ -ફેવરિટ આઇસ્ક્રીમ (ઉત્પાદક પેઢી), ભક્તિનગર સ્ટેશન પ્લોટ, શેરી નં 1, રાજકોટ. માવામલાઈ કેન્ડી (લૂઝ): સ્થળ – ફેવરિટ આઇસ્ક્રીમ (ઉત્પાદક પેઢી), ભક્તિનગર સ્ટેશન પ્લોટ, શેરી નં 1, રાજકોટ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments