HomeLocal Newsપહેલગામ નજીક પ્રવાસીઓની કાર 15 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી: 2 લોકોના મોત

પહેલગામ નજીક પ્રવાસીઓની કાર 15 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી: 2 લોકોના મોત

જમ્મુ-કાશ્મીરના પહેલગામથી એક અત્યંત દુ:ખદ અને હૃદયકંપાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં પ્રવાસીઓથી ભરેલી એક કાર અચાનક રોડ પરથી સરકીને અંદાજે 15 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ ભયાનક માર્ગ અકસ્માતમાં ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદના 2 પ્રવાસીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. કાશ્મીર ફરવા ગયેલા પરિવારો પર અચાનક આભ તૂટી પડતાં બંને પરિવારોમાં હાલ ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, આ ગંભીર અકસ્માત કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ પર્યટન સ્થળ પહેલગામની નજીક સર્જાયો હતો. અમદાવાદથી ગયેલા પ્રવાસીઓ કાર ભાડે કરીને કાશ્મીરની સુંદર વાદીઓનો આનંદ માણી રહ્યા હતા, ત્યારે પહાડી રસ્તા પરથી પસાર થતી વખતે ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અને જોતજોતામાં

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments