શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નેજા હેઠળ કાર્યરત સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા ચેરમેન નરેશભાઈ પટેલ તથા ટ્રસ્ટીઓના સીધા માર્ગદર્શન હેઠળ 2010થી, ઞઙજઈ ૠઙજઈ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તાલીમ વર્ગો નિષ્ણાત ફેકલ્ટીઝ દ્વારા સર્વ સમાજના લોકો માટે ચાલી રહેલ છે. અને અત્યાર સુધી આશરે 2500થી વધારે યુવક-યુવતીઓ સંસ્થામાંથી તાલીમ મેળવીને સરકારી નોકરીમાં સેવારત છે, ત્યારે શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, રાજકોટ (જઙઈઋ છઅઉંઊંઘઝ) દ્વારા નિષ્ણાત અને અનુભવી ફેકલ્ટીઝ દ્વારા સર્વ સમાજના ધો. 12 પાસ તથા કોલેજના વિદ્યાર્થીઓ માટે ઞઙજઈ-ૠઙજઈ ની સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માર્ગદર્શન માટેના ફ્રી સેમીનારનું તા. 17/05/2026 રવિવારના રોજ શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, રાજકોટ (જઙઈઋ છઅઉંઊંઘઝ), માલવિયાનગર પોલીસ સ્ટેશનવાળી શેરી, ન્યૂ ચંદ્રેશનગર મેઈન રોડ, મવડી, રાજકોટ ખાતે સવારે 9 થી 12 વાગ્યા દરમ્યાન યોજવામાં આવેલ છે.
આ માર્ગદર્શક સેમિનારમાં ઉચ્ચ અધિકારીઓ, હેતલબેન પટેલ ( ડી.સી.પી, રાજકોટ શહેર), ભાવિનભાઇ કથીરીયા (ડેપ્યુટી કલેકટર, પોરબંદર) નિલેશભાઈ ઘેટીયા (પોલીસ ઇન્સ્પેકટર), તેજ બાણુગરીયા (સર્કલ ઑફિસર, રાજકોટ તાલુકા) દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવનાર છે,જેમાં સિવિલ સર્વિસીઝની તૈયારી શરૂ કરવાનો યોગ્ય સમય કયો? શા માટે કોલેજ સમયથી જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ શરૂ કરવી જોઈએ? ઞઙજઈ અને ૠઙજઈની પરીક્ષાની તૈયારી સાથે થઈ શકે કે અલગ? સિવિલ સર્વિસીઝમાં ક્યાં હોદ્દાઓનો સમાવેશ થાય? વગેરે જેવા પ્રશ્ર્નોનું સમાધાન આ માર્ગદર્શક સેમિનારમાં મળશે. તે ઉપરાંત, સૌ વિદ્યાર્થીઓને માહિતી પુસ્તીકા તેમજ ઞઙજઈ – ૠઙજઈ અભ્યાસક્રમનો સિલેબસ પણ આપવામાં આવશે. આ નિ:શુલ્ક માર્ગદર્શક સેમિનારમાં સર્વ સમાજના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ઉપસ્થિત રહેવા આમંત્રિત કરવામાં આવ્યા છે. સેમિનારમાં ઉપસ્થિત રહેવા માટેમો.નં. 70699 29295, 74860 39344 નંબર પર વિદ્યાર્થીનું પૂરું નામ અને ઞઙજઈ ૠઙજઈ સેમિનાર લખીને વ્હોટસએપ મેસેજ કરવા જણાવાયું છે.
વધુમાં; સરકારી ભરતીઓના સંદર્ભે સ્પર્ધાત્મક પરીક્ષાઓના તાલીમ અર્થે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, રાજકોટ અને શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સમાજમાં રાહત દરે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તાલીમ, ખૂબ જ આધુનિક સુવિધા સાથે સમૃધ્ધ લાઇબ્રેરી, તેમજ આધુનિક સગવડ સાથેના ક્લાસરૂમ, ફુલ ટાઇમ રીડિંગ રૂમ તેમજ ફુલ સિક્યોરિટી સાથેની ઈમારતમાં ચાલી રહ્યા છે. આજે જ્યારે ગુજરાતના યુવાઓમાં સરકારી ભરતી પ્રત્યે જાગૃતિ વધી રહી છે, ત્યારે પણ એ પ્રશ્ન તો હજુ કાયમ રહે જ છે કે નાની વયથી જ સ્પર્ધાત્મક પરીક્ષાની પધ્ધતિસર તૈયારી કેવી રીતે શરૂ કરવી? તેના ઉકેલ સ્વરૂપે હવે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, રાજકોટ (જઙઈઋ છઅઉંઊંઘઝ) લઈ આવ્યું છે, એક વિશેષ ઉપક્રમ કે જેમાં ધો.6 થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલના શિક્ષણની સાથે જ વિધાર્થી નાની વયથી સરકારી ભરતીની તબક્કાવાર તૈયારી કરી શકશે, કે જેમાં વિધાર્થીને વધારાનો કોઇપણ શૈક્ષણિક બોજો ન પડે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવેલ છે. શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, રાજકોટ (જઙઈઋ છઅઉંઊંઘઝ) સંસ્થા દ્વારા ખૂબ જ રાહત દરે ઓનલાઈન માધ્યમમાં વિદ્યાર્થીઓ હવે સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ પણ મેળવી શકશે. આ કોર્ષમાં વિદ્યાર્થીને લેક્ચર્સ, બુક સેટ, ટેસ્ટ તેમજ ટેસ્ટ સોલ્યુશન પણ મળી રહેશે. નોંધનીય છે કે આ ઓનલાઈન કોર્ષ ગુજરાતી અને ઇંગ્લિશ એમ બંને ભાષામાં ઉપલબ્ધ રહેશે. વધુ માહિતી માટે સંપર્ક કરો.

