કલ્પના કરો કે એક સવારે તમારી આંખ ખુલે અને ચારેબાજુ માત્ર ગાઢ, શાહી જેવો કાળો અંધકાર હોય. સૂર્યનો સોનેરી પ્રકાશ ગાયબ થઈ જાય, ફૂલોના રંગો અદ્રશ્ય થઈ જાય અને પૃથ્વી એક ઠંડા, નિર્જીવ ગ્રહમાં ફેરવાઈ જાય. પ્રકાશ વિનાની દુનિયા એટલે માત્ર દ્રષ્ટિનો અભાવ નહીં, પરંતુ જીવનનો જ અંત છે. પ્રકાશ વિના વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ દ્વારા ખોરાક બનાવી શકતી નથી, જેના કારણે ઓક્સિજન ખૂટી જાય અને સમગ્ર જીવસૃષ્ટિ ક્ષણભરમાં વિખેરાઈ જાય. પ્રકાશ એ બ્રહ્માંડની એવી ભાષા છે જેના દ્વારા આપણે વિજ્ઞાન, કલા અને અસ્તિત્વના રહસ્યોને સમજી શકીએ છીએ.
પ્રકાશ અને પ્રકાશ આધારિત ટેક્નોલોજી આજે વૈશ્વિક સ્તરે ઊર્જા બચત, હરિત ઉદ્યોગ, સ્માર્ટ કૃષિ, સૌર ઊર્જા, અદ્યતન વૈજ્ઞાનિક સંશોધન અને સામાજિક સમાનતા માટે ક્રાંતિકારી સાધન તરીકે ઊભરી રહી છે. વૈશ્વિક સમુદાયને વૈજ્ઞાનિક પ્રગતિ અને ટકાઉ વિકાસ તરફ પ્રેરિત કરી પ્રકાશની મહત્તા ઉજાગર કરવા વિશ્વભરમાં દર વર્ષે 16 મેના રોજ આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ (ઈંક્ષયિંક્ષિફશિંજ્ઞક્ષફહ ઉફુ જ્ઞર કશલવિ)ંની ઉજવણી કરવામાં આવે છે, જેની આ વર્ષની થીમ કશલવિં રજ્ઞિ ફ જીતફિંશક્ષફબહય ઋીિીંયિ – સાતત્યપૂર્ણ ભવિષ્ય માટે પ્રકાશ રાખવામાં આવી છે.
આ દિવસની પસંદગી પાછળ એક ઐતિહાસિક વૈજ્ઞાનિક સિદ્ધિ રહેલી છે. 1960માં આ જ દિવસે ભૌતિકશાસ્ત્રી થિયોડોર મેમેન દ્વારા વિશ્વના પ્રથમ ‘લેસર’નું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. આ એવી શોધ હતી જેણે તબીબી વિજ્ઞાનથી લઈને સંચાર ક્રાંતિ સુધીની દુનિયાને સંપૂર્ણપણે બદલી નાખી. આજે પ્રકાશ માત્ર જોવાનું સાધન ન રહેતા ફોટોનિક્સ, ઓપ્ટિકલ ફાઇબર, સેમિક્ધડક્ટર અને ક્વોન્ટમ ટેક્નોલોજીના રૂપમાં આધુનિક જીવનનો મજબૂત આધારસ્તંભ બની ગયો છે. યુનેસ્કો દ્વારા ઉજવાતો આ દિવસ આપણને યાદ અપાવે છે કે ટકાઉ ભવિષ્ય માટે પ્રકાશ આધારિત ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ હવે અનિવાર્ય બની ગયો છે.
ભારતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતૃત્વ હેઠળ પ્રકાશ અને સ્વચ્છ ઊર્જાને સશક્ત ‘જનઆંદોલન’નું બનાવવામાં આવ્યું છે. ‘વિકસિત ભારત 2047’ના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ભારતે ‘પંચામૃત’ સંકલ્પો દ્વારા વિશ્વને પર્યાવરણ જાળવણીનો નવો માર્ગ દર્શાવ્યો છે. વિશ્વની સૌથી મોટી ઘરેલુ ઊર્જા કાર્યક્ષમતા પહેલોમાં સ્થાન ધરાવતી ‘ઉજાલા યોજના’ દ્વારા કરોડો કઊઉ બલ્બના વિતરણથી લઈને ‘પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ સુધીની સફર ભારતના દરેક ઘરને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવી રહી છે.
દેશભરમાં લાખો ઘરોમાં રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત થઈ રહી છે, જેના કારણે સામાન્ય નાગરિકોને મફત વીજળી, ઊર્જા આત્મનિર્ભરતા અને પર્યાવરણ સુરક્ષાનો લાભ મળી રહ્યો છે. આજે ભારત સોલાર એનર્જીમાં વિશ્વના અગ્રણી દેશોમાં સ્થાન ધરાવે છે, જે સાબિત કરે છે કે સૂર્યપ્રકાશ આપણી આર્થિક તથા પર્યાવરણલક્ષી સુરક્ષાની મુખ્ય ચાવી છે. વડાપ્રધાનશ્રીના વૈશ્વિક દ્રષ્ટિકોણ હેઠળ ભારત સૂર્ય ઊર્જા, ગ્રીન હાઇડ્રોજન, સેમિક્ધડક્ટર, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ અને ડિજિટલ વિજ્ઞાનમાં વિશ્વ નેતૃત્વ તરફ આગળ વધી રહ્યું છે. પ્રકાશ આધારિત વિકાસનો આ અભિગમ ભારતને ઊર્જા આત્મનિર્ભરતા, ઔદ્યોગિક આધુનિકીકરણ અને હરિત અર્થતંત્ર તરફ દોરી રહ્યો છે.
ગુજરાત આ ઊર્જા ક્રાંતિમાં દેશનું સાચું ‘રોલ મોડેલ’ બનીને ઊભરી આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ‘ઇન્ટીગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી – 2025’, ‘સેમિક્ધડક્ટર પોલિસી’ અને ‘સાયન્સ, ટેક્નોલોજી એન્ડ ઇનોવેશન પોલિસી 2026-31’ દ્વારા ઉદ્યોગ, વિજ્ઞાન અને પર્યાવરણ વચ્ચે ઉત્તમ સમન્વય સ્થાપિત કર્યો છે. આ પોલિસીઓના અમલીકરણથી ગુજરાતે વર્ષ 2030 સુધી 100 ૠઠથી વધુ નવીનીકરણીય ઊર્જા ક્ષમતા હાંસલ કરવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે.
મહેસાણાનું મોઢેરા આજે વિશ્વભરમાં ‘સૂર્યગ્રામ’ તરીકે જાણીતું છે, જે 24ડ્ઢ7 સૌર ઊર્જાથી ધબકતું ભારતનું પ્રથમ ગામ છે, જે ગુજરાતની પ્રકાશ આધારિત ટકાઉ વિકાસ પ્રતિબદ્ધતાનું વૈશ્વિક પ્રતીક બની ગયું છે. વડાપ્રધાન અને રાજ્ય સરકારના સંકલિત પ્રયાસોથી આ મોડેલ ગ્રામ્ય ઊર્જા સ્વરાજ્યનું પ્રેરણાસ્ત્રોત બન્યું છે. આ ઉપરાંત, કચ્છના ખાવડામાં નિર્માણ પામી રહેલો વિશ્વનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક એ ગુજરાતની એ ક્ષમતાનું પ્રતીક છે, જે ભવિષ્યની પેઢીઓને પ્રદૂષણમુક્ત અને ઉજાસભર્યું વાતાવરણ પૂરું પાડવાની સાથે સાથે ગુજરાતને વૈશ્વિક ગ્રીન એનર્જી નકશા પર વિશેષ સ્થાન અપાવે છે.
પ્રકાશની આ શક્તિનો સૌથી મોટો પ્રભાવ આપણા કૃષિ અને શિક્ષણ ક્ષેત્ર પર જોવા મળી રહ્યો છે. ‘કિસાન સૂર્યોદય યોજના’ દ્વારા ગુજરાતના ખેડૂતોને રાત્રિના અંધકાર અને હાડમારીમાંથી મુક્તિ મળી છે અને હવે તેઓ દિવસ દરમિયાન ખેતી કરી રહ્યા છે. બીજી તરફ, ‘પીએમ-કુસુમ’ યોજના હેઠળ હજારો ખેડૂતોને સોલાર પંપ પ્રદાન કરી ખેતીને ઊર્જા ખર્ચમાંથી રાહત આપવામાં આવી છે. ખેડૂતોને સોલાર પંપ, સોલારાઇઝ્ડ કૃષિ અને ઊર્જા ઉત્પાદન દ્વારા આવકવૃદ્ધિનો માર્ગ મળ્યો છે. આ યોજના અન્નદાતાથી ઊર્જાદાતા તરફના ભારતના પરિવર્તનનું ઉત્તમ ઉદાહરણ છે. શિક્ષણ ક્ષેત્રે ‘ગુજરાત સાયન્સ સિટી’ અને જઝઊખ આધારિત વિવિધ પહેલો દ્વારા નવી પેઢીમાં વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત પ્રત્યે રુચિ વિકસાવવામાં આવી રહી છે. ફોટોનિક્સ, રોબોટિક્સ અને અદ્યતન સંશોધન પ્રત્યે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવી રાજ્ય ભવિષ્યના વૈજ્ઞાનિકો તૈયાર કરી રહ્યું છે.
સેમિક્ધડક્ટર અને ચિપ મેન્યુફેક્ચરિંગમાં પ્રકાશ આધારિત ‘લિથોગ્રાફી’ ટેક્નોલોજીના ઉપયોગથી ગુજરાત હવે વૈશ્વિક ટેક-નકશા પર મજબૂત સ્થાન બનાવી રહ્યું છે. સોલાર મેન્યુફેક્ચરિંગ, કઊઉ સ્ટ્રીટલાઇટિંગ, ગ્રીન હાઇડ્રોજન, કૃષિ ટેક્નોલોજી અને સ્માર્ટ લાઇટિંગ સોલ્યુશન્સ દ્વારા રાજ્ય વૈજ્ઞાનિક પ્રગતિ તથા આર્થિક વિકાસના નવા ધોરણો સ્થાપિત કરી રહ્યું છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં સોલાર પાર્ક, ગ્રીન એનર્જી કોરિડોર, વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્રો અને નવી પેઢીને જઝઊખ શિક્ષણ પ્રોત્સાહન માટે વિશેષ પહેલો હાથ ધરવામાં આવી છે. કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી આ યોજનાઓ ભારતને વિશ્વના ટકાઉ ઊર્જા, વૈજ્ઞાનિક સંશોધન અને સામાજિક વિકાસના અગ્રણી દેશ તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.
આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ આપણને પ્રકાશની અનંત શક્તિનો સાક્ષાત્કાર કરાવે છે. પ્રકાશ એ માત્ર એક ભૌતિક ઘટના પૂરતો મર્યાદિત ન રહેતા, વિકાસ, જ્ઞાન અને માનવ કલ્યાણનું કેન્દ્રબિંદુ છે. સ્માર્ટ સિટીની કઊઉ સ્ટ્રીટ લાઈટ્સથી લઈને કેન્સરની જટિલ સારવારમાં વપરાતા લેસર સુધી, પ્રકાશ માનવજીવનના પ્રત્યેક પાસાને સ્પર્શે છે. આજે જ્યારે ગુજરાત ભારતની વિકાસયાત્રાનું ‘ગ્રોથ એન્જિન’ બન્યું છે, ત્યારે ‘પ્રકાશ દ્વારા પ્રગતિ’નો મંત્ર રાજ્યને એવા સાતત્યપૂર્ણ ભવિષ્ય તરફ દોરી રહ્યો છે, જ્યાં ટેક્નોલોજી અને પ્રકૃતિ વચ્ચે સંતુલિત સુમેળ હોય. કેન્દ્ર અને રાજ્ય સરકારોની સંકલિત નીતિઓ દ્વારા ઊર્જા, કૃષિ, શિક્ષણ, વિજ્ઞાન અને ઔદ્યોગિક વિકાસમાં પ્રકાશ આધારિત ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કરીને ભારત યુવાનોને નવી તકો, ખેડૂતોને નવી શક્તિ અને સમાજને એક ઉજ્જવળ, હરિત અને આત્મનિર્ભર ભવિષ્ય પ્રદાન કરવા પ્રતિબદ્ધ છ

