ગઊઊઝ પરીક્ષા રદ કરવામાં આવી હોવાના મુદ્દે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ અજઅઙ તથા યુથ વિંગ દ્વારા રાજકોટ ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરોધ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થી વિંગ, યુથ વિંગ તથા મુખ્ય વિંગના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ડોક્ટરનો વેશ ધારણ કરી જાહેર માર્ગ પર ભેગા થઈ વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી માંગ સાથે પ્રતિકાત્મક રીતે જાલમૂરી વિતરણ કરીને વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે વારંવાર થતી પેપર લીકની ઘટનાઓને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા છે અને લાખો વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળી રહ્યું છે.
વિરોધ કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા આશરે 8 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરાયેલા કાર્યકર્તાઓમાં પ્રણવ ગઢવી, કલાપી વારા, ફરાઝ મોગલ, આર્યન પઠાણ, દીપ રાણપરિયા, દર્શન ગજેરા, મહેશભાઈ કોટડીયા અને શીતલ ગોહેલનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતા અન્યાયને બંધ કરી પારદર્શક, નિષ્પક્ષ અને ન્યાયસંગત પરીક્ષા વ્યવસ્થા અમલમાં મુકવાની માંગ સાથે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ અજઅઙ રાજકોટ અને આપ યુવા વિંગ રાજકોટ દ્વારા આ વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

