HomeLocal Newsગુજરાતમાં 10 વર્ષમાં હાર્ટ એટેકથી થતા મૃત્યુમાં 26 ટકાનો વધારો

ગુજરાતમાં 10 વર્ષમાં હાર્ટ એટેકથી થતા મૃત્યુમાં 26 ટકાનો વધારો

અમદાવાદ : ગુજરાતીઓના હૃદય નબળા પડી રહ્યા છે. એનસીઆરબીના રિપોર્ટ મુજબ, રાજ્યમાં 10 વર્ષમાં હાર્ટ એટેકથી થતા મૃત્યુમાં 26 ટકાનો વધારો થયો છે. વર્ષ 2024માં ગુજરાત પોલીસે 3253 વ્યક્તિના અકસ્માત મોત નોંધ્યા હતા, જેમાં મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું જાણવા મળ્યું હતું. આ સંખ્યા સરેરાશ દરરોજના 9 મૃત્યુ દર્શાવે છે. કુલ પીડિતોમાં 89.4 પુરુષો હો. હાર્ટ એટેકના કારણે થતાં અચાનક મૃત્યુના કિસ્સામાં 2015ના 2581 કેસની સરખામણીએ એક દાયકામાં 26 ટકાનો તોતિંગ વધારો થયો હતો.
2024માં મહારાષ્ટ્રના 14,874 અને કેરળના 5015 કેસ પછી ભારતભરમાં ગુજરાત ત્રીજા ક્રમે હતું. ભારતમાં ’અકસ્માત મૃત્યુ’ તરીકે નોંધાયેલા કુલ હાર્ટ અટેકના મોતમાંથી 8.5 ટકા હિસ્સો માત્ર ગુજરાતનો હતો. આ વિગતો નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (ગઈછઇ) દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલ ભારતમાં અકસ્માત મૃત્યુ અને આત્મહત્યા (અઉજઈં) 2024નો ભાગ છે.
ગુજરાતમાં થયેલા કુલ 23790 અકસ્માત મૃત્યુમાંથી 13.7 ટકા મૃત્યુ હાર્ટ અટેકના કારણે થયા હતા. 2023થી ગુજરાતમાં ડાન્સ કે અન્ય પ્રવૃત્તિઓ દરમિયાન અચાનક ઢળી પડતા લોકોના અનેક વીડિયો વાયરલ થયા હતા, જેના કારણે નાગરિકોમાં કોરોનરી આર્ટરી ડિસીઝના વધતા જતા પ્રમાણ અંગે ચિંતા જન્મી છે.
અહેવાલ મુજબ, ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં 7717 લોકોએ જીવ ગુમાવ્યા પછી અકસ્માત મૃત્યુ માટે હાર્ટ અટેક બીજું મુખ્ય પરિબળ હતું. ગુજરાતમાં કુલ 31450 અકસ્માત કેસ નોંધાયા હતા, જેમાં 14952 વ્યક્તિઓ ઘાયલ થઈ હતી અને 23,790 વ્યક્તિઓના મોત થયા હતા. કુલ અકસ્માત મૃત્યુની દ્રષ્ટિએ, રાજ્ય ભારતના રાજ્યોમાં સાતમા ક્રમે હતું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોવિડ પછી લોકોની ખાનપાનની મોટો ફેરફાર થયો છે. આપણે બહારનું ખાવાનું વધારે રાખીએ છીએ, અલ્ટ્રા-પ્રોસેસ્ડ અને ભારે ખોરાક લઈએ છીએ જે અંતે કોલેસ્ટ્રોલના સ્તરમાં વધારો કરે છે. વધુમાં, અનેક અભ્યાસોએ કઉક (ખરાબ કોલેસ્ટ્રોલ) ના ઊંચા સ્તર અને ઇંઉક (સારા કોલેસ્ટ્રોલ) ના નીચા સ્તર તરફ નિર્દેશ કર્યો છે, જે એકંદર લિપિડ પ્રોફાઇલને બદલી નાખે છે. આ પરિબળોને બેઠાડું જીવનશૈલી અને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ તથા મેદસ્વીતા સાથે જોડો એટલે આપણો સમાજ કોરોનરી આર્ટરી ડિસીઝના સાયલન્ટ એપિડેમિક પર જોખમી રીતે ઉભો છે.
ગુજરાત અને અમદાવાદમાં અગાઉ થયેલા અભ્યાસોએ હાર્ટ અટેકને કારણે થતા અચાનક મૃત્યુના કેસોમાં ધમનીઓમાં પ્લાક રપ્ચર (નળીઓમાં જામી ગયેલો કચરો ફાટવો) ને મુખ્ય પરિબળ ગણાવ્યું હતું. નિષ્ણાતોના મતે અન્ય પરિબળોમાં હૃદયની બળતરા, એન્જીયોપેથી અને કાર્ડિયોમાયોપેથીનો સમાવેશ થાય છે. સૂત્રોએ નાની ઉંમરે હૃદયરોગનું વધતું પ્રમાણ અને તણાવ જેવા પરિબળો તરફ પણ ઈશારો કર્યો હતો. કાર્ડિયોલોજિસ્ટ્સે વહેલી તકે નિદાન કરીને ગંભીર હૃદયરોગની શક્યતાઓને રોકવા માટે 40 વર્ષની ઉંમર પછી નિયમિત ચેક-અપ કરવાની સલાહ આપી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments