અમરેલી એક જિલ્લા કક્ષાનું શહેર હોવાથી અમરેલીમાં નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ નવું નાગનાથ બસ પિકઅપ સ્ટેન્ડ મુસાફરો માટે પૂરતી સુવિધા આપી શકતું નથી તેવી પરિસ્થિતિ સામે આવી છે. નાગનાથ બસ સ્ટેન્ડના અંદરના ભાગમાં બેસવાની વ્યવસ્થા હોવા છતાં ત્યાંથી બસ ક્યારે આવે કે જાય તેની સ્પષ્ટ માહિતી મુસાફરોને મળતી ન હોવાથી મુસાફરોને બહાર ઊભા રહેવું ફરજિયાત બન્યું છે. એસ.ટી. બસના મુસાફરોને થતી તકલીફને ધ્યાનમાં રાખીને પાલિકાએ બહાર જ્યાં લોકો ઊભા રહે છે ત્યાં છાયા માટે વ્યવસ્થા ઊભી કરી હતી, પરંતુ તેની ઊંચાઈ વધારે અને લંબાઈ ઓછી હોવાથી ત્યાં છાંયો મળતો નથી અને તડકો વધારે સમય રહેતો હોય જેથી મુસાફરોને તેનો લાભ મળતો નથી.
આ નાગનાથ બસ સ્ટેન્ડમાં સવારથી લઈને બપોર સુધી મુસાફરો સીધા ધોમધખતા તાપમાં તડકામાં ઊભા રહેવા મજબૂર બને છે. હાલ ચાલી રહેલી 44-45 ડિગ્રી વાળા કાળજાળ ગરમીમાં આ સ્થિતિ વધુ ગંભીર બની છે. અને લાંબા સમય સુધી ઊભા રહેવું મુસાફરો માટે મુશ્કેલ બની ગયું છે. અમરેલી પાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ આ નાગનાથ બસ સ્ટેન્ડ માટે કરવામાં આવ્યો હોવા છતાં મુસાફરોને પૂરતી સુવિધા મળતી નથી. અને સમસ્યા યથાવત રહી છે. આ પરિસ્થિતિમાં મુસાફરોમાંથી બસસ્ટેન્ડની વ્યવસ્થામાં તાત્કાલિક સુધારો કરીને યોગ્ય છાયા અને મુસાફરોને અવ્તિવ જતી બસની માહિતી માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવાની માંગ મુસફ઼ર્વ વર્ગમાંથી ઉઠી રહી છે.

