HomeLocal Newsગેરકાયદેસર એલઈડી લાઈટ લગાવેલ વાહનો સામે ટ્રાફિક પોલીસ અને આરટીઓની સંયુક્ત કાર્યવાહી

ગેરકાયદેસર એલઈડી લાઈટ લગાવેલ વાહનો સામે ટ્રાફિક પોલીસ અને આરટીઓની સંયુક્ત કાર્યવાહી

પોરબંદર શહેર તથા જિલ્લામાં માર્ગ અકસ્માતોમાં ઘટાડો થાય અને વાહનચાલકોની સુરક્ષા જળવાઈ રહે તે હેતુસર પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સુતરીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ તથા આર.ટી.ઓ. પોરબંદર દ્વારા સંયુક્ત રીતે ગેરકાયદેસર તથા અતિ તેજ એલ.ઈ.ડી. લાઈટ લગાવેલ વાહનો સામે વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન વિવિધ વાહનોમાં નિયમ વિરૂદ્ધ લગાવવામાં આવેલ હાઈ પાવર એલ.ઈ.ડી., ફ્લેશર લાઈટ તેમજ અન્ય ચમકદાર લાઈટોની તપાસ કરવામાં આવી હતી. નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેલ્લા ત્રણ દિવસમાં 32 વાહનચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરી રૂ.32,000ના ઓનલાઈન ઈ-ચલણ ફટકારવામાં આવ્યા હતા. ઉપરાંત કેટલાક વાહનોમાંથી ગેરકાયદેસર લાઈટો દૂર કરાવવામાં આવી હતી.
અતિ તેજ એલ.ઈ.ડી. લાઈટના કારણે સામે આવતા વાહનચાલકોને આંખે ઝબકારો લાગતા અકસ્માત સર્જાવાની શક્યતા વધી જાય છે. આથી તમામ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરી નિયમ મુજબની લાઈટોનો જ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
ટ્રાફિક પોલીસ તથા આર.ટી.ઓ. દ્વારા આવી કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે અને નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમ કે. બી. ચૌહાણ,પોરબંદર ટ્રાફિક પોલીસ શાખાના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ માહિતી આપતા જણાવેલ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments