HYKJ ચેસ એકેડમી રાજકોટ દ્વારા આયોજીત હિન્દુસ્તાન પ્રોજેકટ ભીમાભાઈ કેશવાલા દ્વારા સ્પોન્સર કરાયેલા તેમજ કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલ (CBSE) પ્રફુલભાઈ નળીયાપરા દ્વારા કો.ઓ. સ્પોન્સર તેમજ વેન્યુ પાર્ટનર તરીકે આપેલ સહયોગથી તા.02/05/2026 ને શનિવાર ના રોજ રંગે ચંગે સંપન્ન.
ટુર્નામેન્ટ ડાયરેકટર યોગેન્દ્રસિંહ જેઠવા તથા ક્ધવીનર તરીકે હરિન્દ્રસિંહ જેઠવાએ સેવા પ્રદાન કરેલ હતી. આ ટુર્નામેન્ટમાં કુલ 214 જેટલા ખેલાડીઓએ સમગ્ર ગુજરાતમાંથી ભાગ લીધેલ હતો. કર્ણાવતી સ્કૂલ ખાતે સવારે ચા-નાસ્તાની વ્યવસ્થા ટ્રસ્ટીશ્રી પ્રફુલભાઈ નળીયાપરા તરફથી ખેલાડીઓ તથા તેમના સાથે આવેલ પેરેન્ટસને FREE OF COSE રાખવામાં આવેલ હતી બપોરના લંચની વ્યવસ્થા HYKJ ચેસ એકેડમી તરફથી રાખવામાં આવેલ.
કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનો દ્વારા દિપ પ્રાગટય કરી અને ચેસ રમત રમીને વિધિવત ટુર્નામેન્ટ ખુલ્લી મુકવામાં આવેલ. મુખ્ય મહેમાનોશ્રી જે. બી. ઉપાધ્યાય S.E. PGVCL કોર્પો. ઓફીસ રાજકોટ, પ્રફુલભાઈ નળીયાપરા ટ્રસ્ટી કર્ણાવતી સ્કૂલ, ભીમાભાઈ કેશવાલા હિન્દુસ્તાન પ્રોજેકટ, નિશ્ચલભાઈ સંઘવી, કૌશીકભાઈ સોલંકી, કીન્નરીબેન પટેલ અહેસાસ ટ્રસ્ટ, જયપાલસિંહ ઝાલા, શ્રી શકિત એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ, મુકેશભાઈ ભટ્ટ માનવ મંદિર હોમયોપેથીક રીસર્ચ સેન્ટર, પાર્થ નળીયાપરા કર્ણાવતી સ્કૂલ મેનેજમેન્ટ, ડો. સુનીલ મશરૂ વા. પ્રિન્સીપાલ કર્ણાવતી સ્કૂલ, જે.વી. શાહ રિટાયર્ડ આર.ટી.ઓ., સુરેશભાઈ મારૂ રીટાયર્ડ એ.એસ.આઈ., કિરીટસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા વિગેરે હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહન પુરૂ પાડેલ.
સૌપ્રથમ ટુર્ના. ડાયરેકટર યોગેન્દ્રસિંહ જેઠવા દ્વારા સ્વાગત પ્રવચનમાં મહેમાનોનું સ્વાગત કરેલ ક્ધવીનર હરિન્દ્રસિંહ જેઠવા દ્વારા આભારવિધી કરવામાં આવેલ. કાર્યક્રમનું સફળ સંચાલન શકિતસિંહ જાડેજા તથા કિશોરસિંહ જેઠવા દ્વારા કરવામાં આવેલ હતું. આ ટુર્નામેન્ટમાં ચીફ આર્બિટર તરીકે જય ડોડીયા, સહઆર્બિટર તરીકે પંકજભાઈ પંચોલી, સુરેન્દ્રનગર હર્ષદભાઈ ડોડીયા, અજીત જીબા, ઉમેશ શેઠ મોરબી, અલ્પેશભાઈ તન્ના કેશોદ કાલરિયાભાઈ વિગેરે દ્વારા સેવા બજાવેલ હતી.
આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે પ્રફુલભાઈ નળીયાપરા, કિશોરસિંહ જેઠવા, અશોકભાઈ પાંભર, રમેશભાઈ પાંભર, પાર્થ નળીયાપરા, કિરીટસિંહ જાડેજા, બિપીનભાઈ પડીયા, રાકેશભાઈ ભટ્ટી, શકિતસિંહ જાડેજા, વિશાલ સોલંકી, રૂષાંગ ત્રિવેદી, મનીષ પરમાર, મહેશ ચૌહાણ, ભાર્ગવ ઝાખલીયા, જયમીન પંડયા, શ્યામ બારડ-જુનાગઢ, ઉમેશ શેઠ-મોરબી, દિપમાલા ચંદે, ભાવેશ કાલરીયા, જીજ્ઞેશ ધનેષા, અનિલભાઈ શુકલ વિગેરે દ્વારા સતત જહેમત ઉઠાવવામાં આવેલ હતી.
ઓપન કેટેગરી પ્રથમ ઈનામ રૂા. 5000/- (1) કિયાન પટેલ (2) અક્ષીત કાચા ગર્વમેન્ટ ડેન્ટલ જામનગર (3) ક્રિશ તન્ના-કેશોદ (4) પાર્થ કાનાણી-જામનગર (5) જીજ્ઞેશ ધનેશા-જુનાગઢ (6) જયેશ જાદવ (7) ભાવેશ કાલરીયા (8) સોહમ હરિયાણી (9) સ્નેહ દવે-જામનગર (10) નિશાંત સોમૈયા-જામનગર
તમામ વિજેતા ખેલાડીઓને રૂા. 21,000/- ના કેશ પ્રાઈઝ તેમજ દરેક કેટેગરીના 1 થી 5 નંબરે આવેલ તેને શીલ્ડ, મેડલ, ચશ્મા યુટર્ન ના ભેટ તરીકે આપવામાં આવેલ, અંડર કેટેગરીમાં તમામ બાળકોને સર્ટીફીકેટસ પણ આપવામાં આવેલ. બધા વાલીગણ તથા બાળકો ખેલાડીઓને વેકેશન દરમ્યાન ટુર્નામેન્ટ 51 થી વધારે ઈન્ટરનેશનલ રેટેડ ખેલાડીઓએ ભાગ લીધેલ તે એક ગર્વપૂર્ણ વાત રહેલ હતી. આ ઉપરાંત આ ટુર્નામેન્ટના તમામ સહયોગી દાતાઓનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરેલ હતું.

