શાળા તેમજ વાડી વિસ્તાર માં ગત રાત્રે તેમજ આજે પણ સતત ધડાકા થતા ડીપીઓ ટીપીઓ સહિત અધિકારીઓ ધટના સ્થળે દોડી આવ્યા.
તપાસમાં કોઈ જાનહાનિ કે તોડફોડ જોવા મળી નથી. હળવા આંચકા હોય તેવું અનુમાન
ગોસા (ઘેડ), તા.૦૮/૧૨/૨૦૨૫
પોરબંદર તાલુકાના બરડા વિસ્તારના ખાંભોદર તથા આસપાસના ગામડાઓમાં ગતરાત્રે તેમજ આજે દિવસના અચાનક સાંભળાતા ભેદી ધડાકાઓને કારણે ગ્રામજનોમાં ભારે ભય અને ચિંતા વ્યાપી ગઈ હતી.બરડાના ગ્રામ્ય વિસ્તારમાં ખાંભોદર ગામે આવેલ સીમ વિસ્તારની રામવવા પ્રા.શાળા તથા અન્ય વાડી વિસ્તારોમાં રાત્રિના સમયે થતા આ ધડાકાઓએ લોકોમાં અશાંતિનું માહોલ સર્જી દીધો હતો..
ગઈ રાત્રે સુમારે 1:30 વાગ્યે રામવાવ પ્રાથમિક શાળાની બાજુમાં ધડાકા સંભળાયો હતો, જેના અવાજથી લોકોએ ઘરમાંથી બહાર નીકળી પરિસ્થિતિ નિહાળી હતી. ધડાકાઓના અવાજ એટલા તેજ હતાં કે નજીકના વિસ્તારો સુધી સ્પષ્ટ સંભળાયા હતા.
આ ભેદી ધડાકાઓ મુદ્દે ગ્રામજનો, શાળા પરિવાર દ્વારા તાત્કાલિક જવાબદાર વિસ્તારોમાં જાણ કરી દેતા ડીપીઓ વિનોદભાઈ, ટીપીઓ વેજાભાઈ કોડીયાતર તથા મેહુલ ભાઈ દવે સહિતનાં અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અધિકારીઓએ રામવાવ પ્રાથમિક શાળાની તેમજ આજુબાજુ વાડી વિસ્તારની મુલાકાત લઈને પરિસ્થિતિની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
સ્થળીય લોકોના જણાવ્યા મુજબ
ધડાકા રાત્રિના અચાનક થતા હોવાથી બાળકો અને વડીલો ખાસ કરીને ગભરાઈ જતા હતા. આજે વહેલી સવારે તેમજ બપોર ના દોઢ વાગ્યે પણ અવાજ સંભળાયો હતો.અને લોકોમાં મકાનમાં કાંધીમા રાખેલા વાસણો પણ અવાજ અને ધ્રુજારા ન કારણે નીચે પડી ગયા હતા.ધડાકાનું મૂળ કારણ હજી સુધી જાણી શકાયું નથી.
તપાસમાં ગયેલા અધિકારીઓએ લોકોને આશ્વાસન આપતાં જણાવ્યું કે પરિસ્થિતિ ગંભીરતા ભરી નથી. કોઈ હળવા ભૂકંપ ના આંચકા આવ્યા હોય તેવું અનુમાન સેવાઈ રહ્યું છે તેમ ટીપીઓ વેજાભાઈ કોડીયાતર દ્વારા જણાવાયું છે. જોકે ભેદી ધડાકાઓ ના અવાજ શા કારણે થઈ રહ્યા છે તે અંગે તંત્ર તરફથી હજુ સત્તાવાર રીતે કોઈ નિવેદન તપાસવામાં આવ્યું નથી. આવાજ અને હળવા આંચકા આવ્યા તે સત્ય છે.
રિપોર્ટર:- વિરમભાઇ કે .આગઠ
