HomeLocal News ધોરણ-10ના પરિણામમાં વીરપુર કેન્દ્રમાં 'ટોપ ફાઈવ'માં સ્વામિનારાયણ ગુરુકુળના છાત્રો ઝળક્યા...

 ધોરણ-10ના પરિણામમાં વીરપુર કેન્દ્રમાં ‘ટોપ ફાઈવ’માં સ્વામિનારાયણ ગુરુકુળના છાત્રો ઝળક્યા…

 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ-10ના પરિણામમાં યાત્રાધામ વીરપુર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી સંસ્થા અને વીરપુર કેન્દ્રનું નામ રોશન કર્યું છે. સમગ્ર વીરપુર કેન્દ્રમાં પ્રથમ પાંચ ક્રમ (Top 5) મેળવીને ગુરુકુળના વિદ્યાર્થીઓએ પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે,
 શ્રી સ્વામિનારાયણ ગુરુકુળે ધોરણ 10 બોર્ડ પરીક્ષા વર્ષ 2026માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શિક્ષણ ક્ષેત્રે નવી સિદ્ધિ હાંસલ કરી છે. સંસ્થાનું કુલ પરિણામ ગૌરવપૂર્ણ રીતે 99 ટકા નોંધાયું છે. સાથે જ વીરપુર કેન્દ્રમાં ટોપ ફાઈવ ક્રમાંકમાં ગુરુકુળના વિદ્યાર્થીઓએ જ સ્થાન મેળવી સંસ્થાનું તેમજ યાત્રાધામ વીરપુરનું નામ ઉજ્જવળ બનાવ્યું છે.
વીરપુર કેન્દ્રમાં પ્રથમ ક્રમાંકે ડોબરીયા દેવએ PR 98.14 પ્રાપ્ત કરી શ્રેષ્ઠ સફળતા મેળવી હતી. દ્વિતીય ક્રમાંકે ડોબરીયા દક્ષએ PR 97.77, તૃતીય ક્રમાંકે વોરા નીજે PR 96.22, ચોથા ક્રમાંકે પીપળીયા આસ્થાએ PR 95.26 તથા પાંચમા ક્રમાંકે જેઠવા શ્રેયાએ PR 93.26 પ્રાપ્ત કરી સંસ્થાને ગૌરવ અપાવ્યું છે.
વિદ્યાર્થીઓની આ જ્વલંત સફળતા પાછળ સંસ્થાના પ્રણેતા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ઘનશ્યામપ્રકાશદાસજીના આશીર્વાદ તથા સંસ્થાના વડા પૂજ્ય સ્વામી વિશ્વવિહારીદાસજીનું શિક્ષણ પ્રત્યેનું વિશેષ માર્ગદર્શન મહત્વપૂર્ણ રહ્યું હોવાનું સંસ્થાએ જણાવ્યું છે.
ગુરુકુળમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે અનુભવી અને ક્વોલિફાઇડ શિક્ષકોની ટીમ દ્વારા વિષયવાર અસાઇમેન્ટ, નિયમિત ટેસ્ટ, વ્યક્તિગત માર્ગદર્શન તથા શિસ્તબદ્ધ અને સંસ્કારસભર વાતાવરણ પૂરૂં પાડવામાં આવે છે. વિદ્યાર્થીઓની સતત પ્રગતિ માટે સુવ્યવસ્થિત આયોજન અને નિયમિત દેખરેખ સંસ્થાની વિશેષતા બની રહી છે.
આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ ટ્રસ્ટી અનિલભાઈ વઘાસિયા, ડાયરેક્ટર મૌલિકભાઈ ભેસાણીયા, શૈક્ષણિક સંચાલક વિજયભાઈ ડોબરીયા તથા શ્રીમતી ઝાલા ધર્મિષ્ઠાબાએ તમામ સફળ વિદ્યાર્થીઓ, શિક્ષકમંડળ અને સ્ટાફને હાર્દિક અભિનંદન પાઠવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
તસવીર:- કીશનસિંહ મોરબીયા – વીરપુર



RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments