દારૂ-બીયર અને કાર સહીત ૭.૬૫ લાખનો મુદામાલ જપ્ત
મોરબી તાલુકા પોલીસ ટીમે નીચી માંડલ ગામ નજીક ફિલ્મી ઢબે પીછો કરતા કાર ચાલક દારૂ ભરેલી કાર મૂકી નાસી ગયો હતો રેઢી પડેલી કારમાંથી ૨૮૮ બોટલ દારૂ અને ૧૪૪ બીયરનો જથ્થો અને કાર સહીત ૭.૬૫ લાખનો મુદામાલ કબજે લીધો છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની અરટીગા કાર નંબર પ્લેટ વિનાની હળવદથી મોરબી તરફ આવનાર છે જેમાં દારૂનો જથ્થો ભરેલ છે જેથી ટીમે ઉંચી માંડલ ગામ નજીક વોચ ગોઠવી હતી અને કાર નીકળતા રોકવા પ્રયાસ કરતા કાર ચાલક નાસી ગયો હતો ફિલ્મી ઢબે પોલીસે કારનો પીછો કરતા ઉંચી માંડલ-નીચી માંડલ ગામ નજીક કાર મૂકી ચાલક નાસી ગયો હતો
રેઢી પડેલી કારમાંથી દારૂની ૨૮૮ બોટલ કીમત રૂ ૨,૧૫,૪૦૯ અને ૧૪૪ નંગ બીયર કીમત રૂ ૧૯,૮૬૪ નો જથ્થો મળી આવતા પોલીસે દારૂ-બીયર તેમજ કાર કીમત રૂ ૫ લાખ અને ૨ મોબાઈલ કીમત રૂ ૩૦,૦૦૦ સહીત કુલ રૂ ૭,૬૫,૨૭૩ નો મુદામાલ કબજે લીધો છે કાર ચાલક નાસી ગયો હતો જેથી આરોપી વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
રિપોર્ટર રાહુલ પ્રજાપતિ

