સુરતના ઉધના, અડાજણ, ગોડાદરામાં મોર્નિગ વોક કરનારને જ ટાર્ગેટ કરીને ચેઈન સ્નેચિંગ કરનારો ઝડપાયો
સુરતમાં સવારે ચાલવા નીકળેલા લોકોને ટાર્ગેટ કરી ચેઈન – મોબાઈલ સ્નેચિંગ કરતો રીઢો આરોપી ઝડપાયો છે. સુરત ક્રાઈમ બ્રાંચે 3.38 લાખના મુદ્દામાલ સાથે આરોપી સાહીલ શેખને દબોચ્યો છે. પાલ, અડાજણ, અશ્વિનીકુમાર વિસ્તારમાં એકલા ચાલતા સ્ત્રી-પુરુષોને એક્સેસ મોપેડ પર આવી ટાર્ગેટ કરતો હતો. મોપેડ પરથી ચેઇન અને મોબાઇલ ઝૂંટવી ફરાર થઈ જતો, 20 દિવસ પહેલા જ જેલમાંથી છૂટ્યો હતો. પોલીસે કબજે કરેલ મુદ્દામાલની કિંમત 3,38,545 થાય છે. કબજે કરાયેલ મુદ્દામાલમાં સોનાનું પેન્ડન્ટ, બે આઈફોન સહિત 3 મોબાઈલ અને એક મોપેડનો સમાવેશ થાય છે. આરોપી સામે ઉધના, અડાજણ, ગોડાદરા પોલીસ સ્ટેશનમાં 6 ગુના નોંધાયેલા છે. આરોપીની ધરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચે કુલ 4 સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલ્યા છે.
ગાંધીનગર ટેકનિકલ એજ્યુકેશન કમિશ્નર કચેરીને તાળા મરાયા, આધ્યાપકો ઉતર્યા ધરણા ઉપર
અધ્યાપકો રજૂઆત કરવા પહોચતા ટેકનિકલ એજ્યુકેશન કમિશ્નર કચેરીને તાળા મરાયા. કમિશ્નર કચેરીમા અધ્યાપકો ધરણા ઉપર ઉતર્યા. જવાબદાર અધિકારી જવાબ આપે ના નારા સાથે વિરોધ અને ધરણા શરૂ કર્યા. કચેરીનો દરવાજા ખોલવા અંગે સુત્રોચાર કર્યા હતા. જો કચેરી ના દરવાજા ખોલવામાં નહીં આવે તો કાલે અધ્યાપકો હડતાળ ઉપર જવાની ચીમકી આપી છે.
ગુજરાતની 15 પૈકી 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસને નહીં મળે વિપક્ષની પદ !
ગુજરાતની 10 મનપામાં કોંગ્રેસનું વિપક્ષ નેતાનું પદ જોખમમાં આવ્યું છે. ‘માવળંકર રૂલ’ મુજબ વિરોધ પક્ષ બનાવવા માટે બેઠકોની ઘટ. કુલ બેઠકના 10 ટકા હોવું વિરોધ પક્ષ માટે અનિવાર્ય છે. લોકસભાના નિયમોનું કડક પાલન થાય તો પદ છીનવાઈ શકે. વડોદરા, સુરત, રાજકોટમાં વિપક્ષ નેતાનું પદ મળવું મુશ્કેલ રહેશે. અમદાવાદ, ભાવનગર, આણંદ, વાપીમાં વિપક્ષનું પદ કોંગ્રેસને મળશે. નિયમ મુજબ 55 બેઠક વગર વિપક્ષ નેતા ના બનાવી શકાય.
