HomeGujaratવસ્તી ગણતરીમાં તમારે ઘરે બેઠા બેઠા જ જાતે ઓનલાઈન વિગતો ભરવી હોય,...

વસ્તી ગણતરીમાં તમારે ઘરે બેઠા બેઠા જ જાતે ઓનલાઈન વિગતો ભરવી હોય, તો આટલા સ્ટેપ ફોલો કરો

સ્વ-ગણતરી કેવી રીતે કરવી? સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા:

  • https://se.census.gov.in પર SE પોર્ટલની મુલાકાત લો
  • તમારા મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને લોગ ઇન કરો
  • નકશા પર તમારું સ્થાન ચિહ્નિત કરો
  • તમારા પરિવારની વિગતો ભરો
  • માહિતી સબમિટ કરો
  • તમારું SE ID મેળવો
  • ગણતરીકર્તાને SE ID પ્રદાન કરો

ડેટા સંપૂર્ણપણે ડિજિટલ અને સુરક્ષિત રહેશે

કેન્દ્ર સરકારે વસ્તી ગણતરીના આ વિશાળ અને ભગીરથ કાર્ય માટે રૂપિયા 11,718.24 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. વસ્તી ગણતરી માટે તહેનાત 3.1 મિલિયનથી વધુ કર્મચારીઓ, મોબાઇલ એપ્લિકેશન દ્વારા ડેટા એકત્રિત કરશે અને તેને સીધા જ સર્વરરૂમમાં સબમિટ કરશે. ડેટા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મજબૂત નિયમો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેનાથી દરેક નાગરિકની વ્યક્તિગત માહિતી સુરક્ષિત રહેશે.

ગુજરાતમાં આગામી 5 એપ્રિલથી 19 એપ્રિલ, 2026 અને મહારાષ્ટ્રમાં 1 મેથી 15 મે 2026 સુધી સ્વ-ગણતરી કરી શકાશે. જો કે, ગુજરાતમાં 26મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી હોવાથી, વસ્તી ગણતરી માટે ડોર ટુ ડોર્ સર્વેની કામગીરી  20 એપ્રિલથી 19 મી મે સુધી હાથ ધરાનાર હતી તેમાં સંભવત ફેરફાર થઈ શકે છે. જો તમે ગુજરાત માટે નિર્ધારિત તારીખ પહેલા સ્વ-ગણતરી માટે https://se.census.gov.in પર SE પોર્ટલની મુલાકાત લેશો તો તમને એવુ કહેવામાં આવશે કે ગુજરાતમાં સ્વગણતરીની કાર્યવાહી માટેની તારીખમાં લોગઈન કરો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments