HomeGujaratરાજકોટમાં SOGની મોટી કાર્યવાહી: પ્રથમ વખત હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપાયો, એક આરોપી...

રાજકોટમાં SOGની મોટી કાર્યવાહી: પ્રથમ વખત હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપાયો, એક આરોપી ઝડપી

રાજકોટમાં નશાના વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરતા SOG પોલીસએ પ્રથમ વખત હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજકોટ શહેરમાં ચાલતી આ કાર્યવાહી દરમિયાન પોલીસે ધ્રુવ જોશી નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી અંદાજે રૂપિયા 2.42 લાખની કિંમતનો કુલ 69.380 ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, SOG ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે રેડ યોજાઈ હતી. પોલીસે શંકાસ્પદ હલનચલન પર નજર રાખીને આરોપીને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસે રહેલા પેકેટમાંથી હાઇબ્રિડ ગાંજો મળી આવતા તેને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

પોલીસે આ મામલે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ, આ હાઇબ્રિડ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનો નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલો છે તે જાણવા માટે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે શહેરમાં નશાના વેપાર માટે નવા પ્રકારના માદક પદાર્થોનું પ્રચલન વધી રહ્યું છે. SOG દ્વારા આ કાર્યવાહીથી નશાના વેપારીઓમાં હડકંપ મચી ગયો છે. પોલીસએ જણાવ્યું છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને સંડોવાયેલા અન્ય લોકો સુધી પણ ઝડપથી પહોંચી લેવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments