Friday, January 30, 2026

About Us

Saurashtra Kranti is an independent digital news platform based in Rajkot, Gujarat, India, dedicated to delivering accurate, responsible, and public-interest journalism.

Our objective is to highlight regional issues, public concerns, governance, social developments, and matters of national importance with honesty and transparency. We believe in fearless journalism, ethical reporting, and giving voice to the people.

Saurashtra Kranti covers:

Regional & State News

Politics & Governance

Social Issues

Public Interest Stories

Current Affairs & Ground Reports

We strive to verify information before publication and correct errors promptly when brought to our attention.

📍 Location: Rajkot, Gujarat, India
📧 Official Email: saurashtrakranti@gmail.com

અમારા વિષે

સૌરાષ્ટ્ર ક્રાંતિ 2015 થી તમારી સાથેની મુસાફરી

સૌરાષ્ટ્રની ધરતી હિંમત સત્ય અને સંસ્કારની ઓળખ ધરાવે છે. આ જ ધરતીમાંથી 2015 માં જન્મ્યું સૌરાષ્ટ્ર ક્રાંતિ  એક એવું પ્લેટફોર્મ, જે લોકોની લાગણીઓને તેમની વાતોને અને તેમની સચ્ચાઈને અવાજ આપે છે. અમારી શરૂઆત બહુ નાની હતી, એક નાના પ્રયત્નથી શરૂ થયેલી આ સફર આજે હજારો લોકોના વિશ્વાસ સાથે આગળ વધી રહી છે.

અમારું ધ્યેય સરળ હતું .

સૌરાષ્ટ્ર બોલે, દુનિયા સાંભળે …..

આ મંત્રને હૃદયમાં રાખીને અમે સ્થાનિક મુદ્દાઓ, લોકોની સમસ્યાઓ, વિકાસના વિષયો, સામાજિક પ્રશ્નો, યોધ્ધાઓની વાર્તાઓ અને તમારા આસપાસની સચોટ માહિતી લોકો સુધી પહોંચાડવા માટે કામ શરૂ કર્યું.

સૌરાષ્ટ્ર ક્રાંતિ આજે માત્ર એક ન્યૂઝ પ્લેટફોર્મ નથી રહ્યું…..

તે લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ બની ગયું છે.

ક્યારેક કોઈ વિદ્યાર્થીઓની સમસ્યા હોય, તો ક્યારેક કોઈ ગામની લાંબી પેન્ડિંગ માંગ ક્યારેક કોઈ પરિવારે ન્યાય માટે લડત આપી હોય તો ક્યારેક કોઈ સમાજે એકતા બતાવી હોય  અમે શક્ય તેટલા ઈમાનદારીપૂર્વક આ બધું તમારી સામે મૂકી રહ્યા છીએ.

અમારા માટે સમાચાર માત્ર માહિતી નથી

એ લોકોના જીવન સાથે જોડાયેલા અનુભવો છે.

સૌરાષ્ટ્રના દરેક ખૂણે પહોંચવાનો, જીવનના દરેક વર્ગની વાતો સાંભળવાનો અને એને યોગ્ય રીતે રજૂ કરવાનો અમારો પ્રયત્ન સતત ચાલુ છે. અમે માનીએ છીએ કે માહિતી માત્ર આપવી પૂરતી નથી , માહિતીએ સમાજમાં પરિવર્તન લાવવું જોઈએ.

સૌરાષ્ટ્ર ક્રાંતિ એ તમારા વિશ્વાસથી ઉભેલું નામ છે.

તમારો દરેક શેર કરેલો પોસ્ટ, તમારી દરેક ટિપ્પણી, તમારી સલાહ અમને વધુ સશક્ત બનાવે છે.

2015 થી આજ સુધીનો અમારો અનુભવ એ શીખવે છે કે મીડિયા ત્યારે જ અર્થપૂર્ણ બને

જ્યારે લોકો સાથેનો સંબંધ સાચો હોય.

અમે આ સંબંધને સંભાળીએ છીએ, નિષ્ઠાથી જાળવી રાખીએ છીએ અને રોજ નવી ઉર્જા સાથે તમારા માટે કાર્ય કરીએ છીએ.

આગામી સમયમાં પણ અમે અમારી ભાષા, અમારી ભૂમિ અને અમારા સૌરાષ્ટ્ર માટે વધારે શક્તિશાળી, વિશ્વસનીય અને અસરકારક પ્લેટફોર્મ બની આપની વચ્ચે ટકી રહેવાનો વચન આપીએ છીએ.

સૌરાષ્ટ્ર ક્રાંતિ  તમારી વાત, તમારા માટે, હંમેશા.

268,077FansLike
56,672FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe