HomeGujaratગોંડલ શહેરમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, રેન્જ આઈજીની મુલાકાત બાદ પોલીસ વધુ સતર્ક

ગોંડલ શહેરમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, રેન્જ આઈજીની મુલાકાત બાદ પોલીસ વધુ સતર્ક

રાજકોટ રેન્જ આઈજીની તાજેતરની મુલાકાત બાદ ગોંડલ પોલીસ વધુ સતર્ક બની છે અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત રાખવા માટે સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે ગોંડલ શહેરમાં ફરી એકવાર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ શહેરના મુખ્ય માર્ગો, બજારો અને સંવેદનશીલ વિસ્તારોમાં પહોંચી પગપાળા પેટ્રોલિંગ કર્યું હતું. આ દરમિયાન પોલીસ દ્વારા જાહેર સ્થળો, વેપારી વિસ્તારો અને રહેણાંક વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવી હતી.
ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓએ વેપારીઓ તથા સ્થાનિક નાગરિકો સાથે સંવાદ સાધ્યો હતો અને શહેરમાં સુરક્ષા અંગે વિશ્વાસ અપાવ્યો હતો. પોલીસ દ્વારા લોકોને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ પણ કરવામાં આવી હતી.
પોલીસ વિભાગના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં પણ આવી પેટ્રોલિંગ કામગીરી ચાલુ રાખવામાં આવશે. શહેરમાં ગુનાખોરીને અટકાવવા અને લોકોમાં સુરક્ષાનો માહોલ મજબૂત બનાવવા માટે પોલીસ સતત ચુસ્ત કામગીરી કરી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments