દુબઈ એરપોર્ટ નજીક બે ડ્રોન પડ્યા, ભારતીય સહિત 4 લોકો ઇજાગ્રસ્ત
દુબઈમાં આવેલા Dubai International Airport નજીક બુધવારે બે ડ્રોન પડવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ભારતીય સહિત કુલ ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એલર્ટ થઈ ગઈ હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ એરપોર્ટની આસપાસના વિસ્તારમાં અચાનક બે ડ્રોન જમીન પર પડ્યા હતા. ડ્રોન પડતા નજીક હાજર રહેલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોમાં એક ભારતીય નાગરિકનો પણ સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતા જ ઇમર્જન્સી સેવાઓ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા મુજબ કેટલાક લોકોને સામાન્ય ઈજા પહોંચી છે જ્યારે એક વ્યક્તિને થોડું ગંભીર ઈજા પહોંચી હોવાનું કહેવાય છે. હાલ તમામ ઇજાગ્રસ્તોની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાના પગલે સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર વિસ્તારની તપાસ શરૂ કરવામાં આવી છે. ડ્રોન ક્યાંથી આવ્યા અને કેવી રીતે પડ્યા તે અંગે તપાસ ચાલી રહી છે.
મહત્વની વાત એ છે કે આ ઘટનાના છતાં દુબઈ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન સામાન્ય રીતે ચાલુ છે અને મુસાફરોને કોઈ મોટી અસુવિધા થઈ નથી.
મધ્ય પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલા તણાવના કારણે ડ્રોન અને મિસાઈલ હુમલાઓ અંગે સુરક્ષા એજન્સીઓ વધુ સાવચેત બની ગઈ છે અને આ ઘટનાને પણ તે દૃષ્ટિએ ગંભીરતાથી તપાસવામાં આવી રહી છે.
