HomeSaurashtraઅપહરણ.ખંડણી અને કરોડોની સાયબર છેતરપીંડી કેસના બે સહઆરોપી કલોલથી ઝડપાયા

અપહરણ.ખંડણી અને કરોડોની સાયબર છેતરપીંડી કેસના બે સહઆરોપી કલોલથી ઝડપાયા

પોરબંદર એલ.સી.બી.ની ટીમે ગાંધિનગર-કલોલ ખાતે દબોચી હાર્બર મરીન પોલીસને સોંપ્યા

ગોસા(ઘેડ) ૦૫/૦૩/૨૦૨૬
સને ૨૦૨૫ ના વર્ષમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ અપહરણ તથા ખંડણી વસુલ કરવા અંગેના ગુનાના સહઆરોપીઓ તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પુર્વ આયોજીત કાવતરૂ રચી બેંકમાં એકાઉન્ટ ખોલાવી સાયબર ક્રાઇમ થી મેળવેલ નાણા બેંકના ખાતામાં મેળવી કરોડો રૂપીયાની છેતરપીંડીના ગુનાના નાસતા ફરતા સહઆરોપીઓને ગાંધીનગર કલોલ ખાતે થી પોરબંદર એલ.સી.બી.એ પકડી પાડી
હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે

હાર્બર મરીન પો.સ્ટે. ગુ.ર.નં. A- 11218018250146/૨૦૨૫ બી.એન.એસ. ક. ૧૧૫(૨), ૧૨૦(૧), ૧૨૭(૪), ૧૪૦(૩), ૧૪૨, ૩૦૮(૫), ૩૨૯(૩), ૩૫૧(૩), ૬૧(૨)(બી) મુજબનો ગુનો તા.૩૦/૦૪/૨૦૨૫ ના રોજ રજી. થયેલ હોય અને સદરહું ગુનામાં આ કામના આરોપીઓએ ફરી.ની દિકરીએ લીધેલ સીત્તેર લાખ રુપિયા કઢાવવા કાવત્રુ રચી ગઇ તા.૧૧.૦૪.૨૦૨૫ ના રાત્રીના ફરી.ના ઘરે અજાણ્યા ચાર થી પાંચ આરોપીઓ એ ગૃહ અપ પ્રવેશ કરી ફરી તથા તેના જમાઇ ભનુ તથા ફરી ની સાળી ગીગીબેનનું અપહરણ કરી એક કાળા કલરની રજી.નં.૧૦૦૦ વાળી ફોરવ્હીલમાં આરોપી ૧ ના બંગલે લઇ જઇ આરોપી નં ૧ ની સામે આરોપી નં ર તથા ૩ નાએ ફરી.ની દિકરી સાથે ફરી તથા તેના જમાઇની વીડીયોકોલમાં વાત કરાવી રુપિયા કઢાવવા માટે દબાણ કરી તેમજ આરોપી નં.૧ ના બંગલે રહેલ અન્ય અજાણ્યા આરોપીઓ ફરી. તથા તેના જમાઈનું અપહરણ થયુ છે તેવુ જાણવા છતા આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ફરી તથા તેના જમાઇને ગેરકાયદે છુપાવી અટકાયતમાં રાખી બાદમાં ચાર પાંચ દિવસ પછી આરોપી નં ૨ નાએ ફરી ની દિકરીના દિકરા રણજીતનું રાણાવાવ ખાતેથી અપહરણ કરી આરોપી નં ૧ ના બંગલે લાવી તેને પણ તેના પિતા ફરી.ના જમાઇ ભનુ તથા નાના ફરી સાથે રાખી ફોન પર તેની માતા સાથે વાત કરાવી પૈસા આપી દેવા માટે દબાણ કરાવી આરોપી નં ર તથા આરોપી નં ૧ ના માણસોએ ફરી. તથા ફરી.ના જમાઇના ઢીકાપાટુનો મારમારી રણજીતને ધમકીઓ આપી આરોપી નં ૨ નાએ ફરી તથા તેના જમાઇને આડકતરી રીતે મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી નં ૨ નાએ ફરી.ના જમાઇ ભનુની કાર કુછડી ખાતેથી આરોપી નં ૧ નાબંગલે મંગાવી લઇ તેમજ જમીન કમાન, પ્લોટ, દાગીના વિગેરે આપી દેવા દબાણ કરી આરોપી નં ૨ નાએ બળજબરીથી ફરી. પાસેથી અલગ અલગ કુલ ૧૧ કોરા ચેકમાં સહી કરાવી લઇ લીધેલ તેમજ આરોપી નં ૩ નાએ ફરી.ની દિકરીની મરણજનાર દિકરીની નિશાની માટે રાખેલ હાથમાં પહેરવાનો દોઢ તોલાનો સોનાનો બેરખો તથા આશરે અડધા પોણા તોલાનો ચેઇન એમ આશરે દોઢેક લાખના દાગીના લઇ ફરી. તથા ફરી.ના જમાઇને સતર દિવસ સુધી તથા ફરી ની દિકરીના દિકરા રણજીતને બાર દિવસ સુધી બળજબરીથી સીત્તેર લાખ રુપિયા કઢાવી લેવા માટે આરોપી નં ૧ ના બંગલે તા. ૨૭/૦૪/૨૦૨૫ સુધી ગોંધી રાખી ગુન્હો કર્યા બાબત પોરબંદર સાયબર ક્રાઇમ પો.સ્ટે. ગુ.ર.નં. A-1121801925 0002/૨૦૨૫ આઇ.પી.સી. ક. ૧૨૦બી, ૪૧૧,૪૧૩,૪૨૦બી તથા આઇ.ટી.એકટ ક. ૬૬(ડી) મુજબનો ગુનો તા.૧૪/૦૫/૨૦૨૫ ના રોજ રજી. થયેલ હોય અને સદરહું ગુનામાં આ કામે આરોપીઓ હિરલબા જાડેજા તથા તેમના માણસો હિતેશ ભીમા ઓડેદરા પાર્થ સોંગેલા મોહન રણછોડભાઈ વાજા અજય મનસુખભાઇ ચૌહાણ હિરલબાના ડ્રાઇવર રાજુ મેર તથા અન્ય જે તપાસમાં ખુલે તે તમામ માણસો એ પુર્વ આયોજીત કાવતરૂ રચી હિરલબા જાડેજાના નિવાસ સ્થાને તેમણે જાતેથી કોટક મહિન્દ્રા બેંકના કર્મચારીઓને બોલાવી પોતાના માણસોના તથા જયેશ ઢાકેચા કમલેશ દાસા જેવા આ બાબતથી અજાણ માણસોના કપટપુર્વક ખોટા પ્રલોભનો આપી તેમના પણ બેંક ખાતા ખોલાવી આ તમામ ખાતાઓમાંથી કૂલ ૦૫ ખાતામાં સાયબર ક્રાઈમ ફ્રોડ દ્વારા વિવિધ રાજયોના અલગ અલગ ભોગ બનનાર વ્યક્તિઓ પાસેથી છેતરપીંડીથી પડાવેલ રૂપીયા જાણીબુઝીને વારંવાર મેળવી કપટપુર્વક જયેશ ઢાંકેચા તથા કમલેશ દાસા ના ખાતાનો ખોટી રીતે ઉપયોગ કરી તેમના સહી કરેલા ચેક મેળવી લઇ તેમના ખાતામાંથી રૂપીયા ઉપાડી તથા પાર્થ સોંગેલા અજય ચૌહાણ મોહન વાજાના ખાતાઓમાં તેઓએ પોતે જાતેથી રૂપીયા ઉપાડી તથા ટ્રાન્સફર કરી જે તે રૂપીયાને સગેવગે કરી ગુન્હો કર્યા બાબત ફરિયાદ નોંધાયેલ છે

જુનાગઢ રેન્જના પોલીસ મહા નિરીક્ષક નિલેશ જાજડીયા (1.P.S.) તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા (I.PP.S.) દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર આર.કે.કાંબરીયા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર રણજીતસિંહ દયાતર તથા હેડ કોન્સ્ટેબલ સલીમભાઇ પઠાણ તથા વિરેન્દ્રસિંહ પરમારને ખાનગીરાહે હકીકત મળેલ કે, ઉપરોકત ગુનાઓમાં લાલશાહી થી નાસતા ફરતા આરોપી (૧) પાર્થ મહેન્દ્રભાઇ સોનગેલા રહે. ભાણવડ બસ સ્ટેન્ડ પાસે તા.ભાણવડ જી.દેવભુમી દ્રારકા (૨) રાજુ બાલુભાઇ પરમાર રહે. છાંયા નવાપરા શાંતિનગર પોરબંદરવાળાઓ હાલ કલોલ ગાંધીનગર ખાતે હોવાની હકીકત મળેલ હોય. જેથી ઉપરોકત ટીમને કલોલ ગાંધીનગર ખાતે ઉપરોકત આરોપીઓની તપાસમાં મોકલતા આરોપીઓ ગાંધીનગર કલોલ ખાતે ખાતે થી મળી આવતા આરોપી (૧) પાર્થ ઉર્ફે લાલો મહેન્દ્રભાઈ સોનગેલા ઉ.વ.૨૬ રહે. ભાણવડ બસ સ્ટેન્ડ પાસે કૃષ્ણનગર તા.ભાણવડ જી.દેવભુમી દ્રારકા (૨) રાજુ બાલુભાઇ પરમાર ઉ.વ.૩૫ રહે. છાંયા નવાપરા રામનાથ સોસાયટી આવળ માતાજીના મંદીર સામે પોરબંદરવાળાઓને ઉપરોકત ગુનાના કામે વધુ પુછપરછ અર્થે અત્રે એલ.સી.બી. ઓફીસ ખાતે લઇ આવી આગળની કાર્યવાહી કરવા માટે હાર્બર મરીન પો.સ્ટે. સોંપી આપવામાં આવેલ છે.

આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓમાં એલ સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.કાંબરીયા તથા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા, ઉદયભાઇ વરૂ તથા હેડ કોન્સ્ટેબલ સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણ ભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રા. હેડ કોન્સ્ટેબલ જગમાલભાઇ ભારવાડીયા વિગેરે રોકાયેલ હતા.
રિપોર્ટર:- વિરમભાઈ કે.આગઠ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments