Friday, February 13, 2026
Homeગુજરાતઅમદાવાદ: વટવા રિંગ રોડ પર ટ્રકમાં લાગી આગ

અમદાવાદ: વટવા રિંગ રોડ પર ટ્રકમાં લાગી આગ

અમદાવાદ શહેરમાં વટવા રિંગ રોડ પર નાયરા પેટ્રોલ પંપ નજીક ચાલતી ટ્રકમાં અચાનક આગ લાગી હતી. સમય સૂચકતા દાખવી ડ્રાયવરે તરત જ ટ્રકમાંથી બહાર નીકળી પોતાનો બચાવ કર્યો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ લાગવાના કારણોની વધુ તપાસ હાથ ધરાઈ છે.

નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ

નવસારી જિલ્લાના અમલસાડ ગામે લગ્ન પ્રસંગે જમણવાર બાદ જાનૈયાઓમાં ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. અંદાજે એક હજાર લોકોએ ભોજન લીધું હતું, જેમાંથી 70થી વધુ લોકોને ઝાડા-ઉલ્ટીની ફરિયાદ થતાં હાહાકાર મચ્યો હતો. વરરાજા સહિત 12 જાનૈયાઓની તબિયત વધુ લથડતા તેમને તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા, જ્યારે અન્ય 10 લોકોને સારવાર અપાઈ. તમામ અસરગ્રસ્તોને Jalalpore Community Health Centre ખાતે સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ જિલ્લા આરોગ્ય વિભાગે 40 આરોગ્યકર્મીઓની ટીમ ઉતારી તપાસ અને સારવારની કામગીરી હાથ ધરી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments