Thursday, February 5, 2026
Homeગુજરાતદેવભૂમિદ્વારકાઃ ખંભાળિયાના ચાર રસ્તામાં તોફાની તત્વોની ગુંડાગીરી

દેવભૂમિદ્વારકાઃ ખંભાળિયાના ચાર રસ્તામાં તોફાની તત્વોની ગુંડાગીરી

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના ચાર રસ્તામાં તોફાની તત્વોની ગુંડાગીરી સર્જાઈ. આરોપીઓ પાન મસાલાની દુકાનમાં પ્રવેશીને દુકાનદાર પર હુમલો કર્યો. દુકાન માલિકે પૈસાની ઉઘરાણી કરતા તોફાની તત્વો વધુ ઉશ્કેરાયેલા અને દુકાનની અંદર કર્મચારીને બેફામ માર માર્યો. પોલીસ દ્વારા 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તોડફોડ કર્યા બાદ તોફાની તત્વોએ હાથ જોડીને માફી માગી.

વડોદરા: ડમ્પર અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત

વડોદરા શહેરમાં સેવાસી ચેક પોસ્ટ નજીક માર્ગ પર ડમ્પર અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. પાછળથી આવતા ડમ્પરે કારને ધડાકાભેર અથડાવ્યો, જેના કારણે કાર યુ-ટર્ન લઈને ડિવાઇડર પર ચડી ગઈ. અકસ્માતની ઘટના જાણતા જ લોકોના ટોળા ટોળા એકઠા થયા અને રાહદારીઓએ મદદરૂપ થઈને કારને ડિવાઇડર પરથી નીચે ઉતારી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની નહોતી થઈ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments