Thursday, February 5, 2026
Homeબિઝનેસઅડાણી ડિફેન્સ અને લિઓનાર્ડો વચ્ચે ભાગીદારી, ભારતમાં હેલિકોપ્ટર ઉત્પાદન ઇકોસિસ્ટમ વિકસાવશે

અડાણી ડિફેન્સ અને લિઓનાર્ડો વચ્ચે ભાગીદારી, ભારતમાં હેલિકોપ્ટર ઉત્પાદન ઇકોસિસ્ટમ વિકસાવશે

અડાણી ડિફેન્સ એન્ડ એયરોસ્પેસ અને ઇટાલીની અગ્રણી ડિફેન્સ કંપની લિઓનાર્ડો વચ્ચે મહત્વપૂર્ણ ભાગીદારી થઈ છે. આ ભાગીદારી અંતર્ગત ભારતમાં હેલિકોપ્ટર ઉત્પાદન માટે સંપૂર્ણ મેન્યુફેકચરિંગ ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવશે. આ કરારથી દેશમાં હેલિકોપ્ટરના ડિઝાઇન, ઉત્પાદન, એસેમ્બલી, રિપેર અને મેન્ટેનન્સની સુવિધાઓ ઊભી થશે.

ભાગીદારીનો મુખ્ય હેતુ ભારતીય સશસ્ત્ર દળોની વધતી હેલિકોપ્ટર જરૂરિયાતોને પૂરી કરવો અને ‘મેક ઇન ઇન્ડિયા’ તથા ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને મજબૂત બનાવવાનો છે. આગામી વર્ષોમાં ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાને મોટી સંખ્યામાં હેલિકોપ્ટરની જરૂર પડશે, જેને ધ્યાનમાં રાખીને આ પહેલ કરવામાં આવી છે.

અડાણી ડિફેન્સ અને લિઓનાર્ડોની ભાગીદારીથી દેશમાં ઉચ્ચ ટેકનોલોજીનું ટ્રાન્સફર થશે, કુશળ રોજગારના નવા અવસર ઊભા થશે અને ભારત વૈશ્વિક હેલિકોપ્ટર ઉત્પાદન હબ તરીકે આગળ વધશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments