Friday, January 30, 2026
Homeરાજકોટરાજકોટ : જંગલેશ્વર ડિમોલેશન મુદ્દે રહીશોની મુશ્કેલી

રાજકોટ : જંગલેશ્વર ડિમોલેશન મુદ્દે રહીશોની મુશ્કેલી

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ચાલી રહેલી ડિમોલેશન કાર્યવાહી દરમિયાન તંત્ર તરફથી સ્વેચ્છાએ મકાન ખાલી કરવા અંગે આપવામાં આવેલી સૂચનાને લઈને ગેરસમજ ઉભી થઈ છે. એક જ શેરીના રહીશોને અલગ અલગ તારીખોની નોટિસો આપવામાં આવતા અસરગ્રસ્ત પરિવારો માનસિક તણાવમાં મુકાયા છે. ‘હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ’ની ટીમે વિસ્તારની મુલાકાત લઈ રહીશોની સમસ્યાઓ જાણીને તેમની રજૂઆત સરકાર સુધી પહોંચાડવાની અપીલ કરી છે.


રાજકોટ : સોની બજારમાં જવેલર્સની દુકાનમાં આગ, સમયસર કાબૂ

રાજકોટના સોની બજારમાં આવેલી હરિલાલ જવેલર્સની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગના કારણે બજારમાં અફરાતફરી જોવા મળી હતી અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. કોઈ જાનહાનિ નોંધાઈ નથી.


રાજકોટ : શીતલ પાર્ક બસ સ્ટોપ પાસે કાર સળગી ઉઠી

શીતલ પાર્ક બસ સ્ટોપ નજીક પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગ્યાની ઘટના બની હતી. આગ લાગતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી. સમયસર કાર્યવાહી થવાથી મોટી દુર્ઘટના ટળી હતી. આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments