જૂનાગઢ જિલ્લામાં સંગઠિત ગુન્હાહિત ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી
જૂનાગઢ જિલ્લામાં લાંબા સમયથી સંગઠિત ગુન્હાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી ‘ગેમ્બલર ગેંગ’ સામે ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા ગેંગના સભ્યો વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઇમ એક્ટ (GUJCTOC) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ જિલ્લામાં સંગઠિત ગુનાહિત નેટવર્કને નાબૂદ કરવાનો અને કાયદો-વ્યવસ્થા મજબૂત કરવાનો છે. ક્રાઇમ બ્રાન્ચે સ્પષ્ટ કર્યું છે કે આવનારા સમયમાં પણ આવા ગુન્હેગારો સામે કડક પગલા લેવામાં આવશે.
જેતપુર પાવી વિસ્તારમાં દારૂની હેરાફેરી અંગે પોલીસની કાર્યવાહી
જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના પાવી ગરનાળા નજીક પોલીસે વાહન ચેકિંગ દરમિયાન સફેદ રંગની મહિન્દ્રા કંપનીની XUV 500 ફોરવ્હીલ ગાડી અટકાવી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. 1,71,902/- કિંમતનો પ્રોહી મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે દારૂની ગેરકાયદેસર હેરાફેરી સંબંધિત કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી છે અને આરોપીઓની પૂછપરછ સાથે આગળની તપાસ ચાલુ છે.
