Friday, February 20, 2026
Homeગુજરાતરાજકોટ : લોહીથી લથબથ પિતૃત્વ! પારેવાળા ગામમાં કલયુગી પિતાએ 5 વર્ષના માસૂમ...

રાજકોટ : લોહીથી લથબથ પિતૃત્વ! પારેવાળા ગામમાં કલયુગી પિતાએ 5 વર્ષના માસૂમ દીકરાની નિર્મમ હત્યા

રાજકોટ જિલ્લાના પારેવાળા ગામમાં માનવતાને શરમાવે એવી ઘટના સામે આવી છે. કલયુગી પિતાએ પોતાના જ 5 વર્ષના માસૂમ દીકરાની નિર્મમ હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોક અને આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ આરોપી વિજય વાળા અવારનવાર પત્ની સહિત પરિવારજનો સાથે મારકૂટ કરતો હતો અને તેનો ગુનાહિત ઇતિહાસ પણ હોવાનું બહાર આવ્યું છે. મહત્વની વાત એ છે કે આરોપીએ બે દિવસ અગાઉ જ દીકરાને મારી નાખવાની ધમકી આપી હતી, જે હવે હકીકતમાં ફેરવાઈ છે.

હત્યાના બનાવ બાદ બાળકનો મૃતદેહ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. ભાડલા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. હત્યા પાછળ ઘરકંકાસ, પારિવારિક વિવાદ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ, તે દિશામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ હૃદયદ્રાવક ઘટનાએ પિતૃત્વના સંબંધને જ કલંકિત કરી દીધો છે અને સમાજમાં અનેક સવાલો ઊભા કર્યા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments