Friday, January 30, 2026
HomeગુજરાતBMC Maharashtra Election Results 2026 LIVE: ઠાકરે બંધુઓને ઝટકો, BMCની ચૂંટણીમાં ઈતિહાસ...

BMC Maharashtra Election Results 2026 LIVE: ઠાકરે બંધુઓને ઝટકો, BMCની ચૂંટણીમાં ઈતિહાસ રચવા તરફ છે ભાજપ

Maharashtra Election Results 2026: BMCમાં જોરદાર પ્રદર્શન વચ્ચે ભાજપની પ્રતિક્રિયા

BMCમાં જોરદાર પ્રદર્શન વચ્ચે ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે. દેવેન્દ્ર ફડણવીસ પર જનતાનો ભરોસો હોવાનું ભાજપે જણાવ્યુ. બિહાર, કેરળ બાદ મહારાષ્ટ્રમાં સફળતા મળી હોવાનું જણાવ્યુ.

24 કલાક બાદ ઠંડીમાં ઘટાડાની શક્યતા

24 કલાક બાદ ઠંડીમાં ઘટાડાની શક્યતા છે. લઘુત્તમ તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી છે. પવનની દિશા બદલાતા તાપમાન વધવાની શક્યતા છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. સાત દિવસ સુધી વાતાવરણમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી.

ભાવનગર રેલવે મંડળે કેટલીક ટ્રેનના સમય બદલતા વિદ્યાર્થીઓમાં રોષ

ભાવનગર રેલવે મંડળ દ્વારા ટ્રેનોના સમયમાં કરવામાં આવેલા ફેરફાર અને કેટલીક ટ્રેનો રદ કરવામાં આવતા સ્થાનિક પેસેન્જરો તથા વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જુનાગઢ–દેલવાડા–જુનાગઢ ટ્રેન રદ કરાતા અને અન્ય ટ્રેનોના સમય બદલાતા રોજિંદા મુસાફરી કરતા વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોને મોટી મુશ્કેલીમાં મુકાવું પડ્યું છે. વેરાવળથી આવતી ટ્રેનોનું સિદ્ધુ જોડાણ ન મળતા પેસેન્જરોને અવગતળા ભોગવવા પડી રહ્યા છે. મીટર ગેજ ટ્રેનોના સમયપત્રકમાં વારંવાર ફેરફાર થતા વિદ્યાર્થીઓ અને સ્થાનિક પેસેન્જરો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને રેલવે પ્રશાસન સામે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments