Friday, January 30, 2026
Homeગુજરાતરાજકોટમાં સતત ભૂકંપના ઝટકા: નિષ્ણાતોએ કહ્યું કારણ જાણી લેવું જરૂરી

રાજકોટમાં સતત ભૂકંપના ઝટકા: નિષ્ણાતોએ કહ્યું કારણ જાણી લેવું જરૂરી

રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં સતત ભૂકંપના આંચકાઓ અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. એક જ દિવસમાં આશરે 15 જેટલા નાના-મોટા આંચકા નોંધાતા તંત્ર પણ એલર્ટ થયું છે. સિસ્મોલોજી વિભાગ અને ભૂકંપ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ સ્થિતિ પાછળ “અર્થક્વેક સ્વોર્મ” જવાબદાર છે.

નિષ્ણાતો જણાવે છે કે કચ્છ અને સૌરાષ્ટ્ર પટ્ટો ભૂકંપ સંવેદનશીલ ઝોનમાં આવે છે. જમીનની અંદરના ફોલ્ટ લાઈનમાં સતત થતી હલચલ અને તણાવના કારણે એક પછી એક નાના આંચકા અનુભવાય છે, જેને ભૂકંપ સ્વોર્મ કહેવાય છે. આ પ્રકારના આંચકાઓમાં સામાન્ય રીતે મોટા નુકસાનની શક્યતા ઓછી હોય છે, પરંતુ લોકોમાં ગભરાટ ફેલાય છે.

હાલ સુધીમાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને અફવાઓથી દૂર રહી સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. ભૂકંપ નિષ્ણાતોએ પણ કહ્યું છે કે સતત નાના આંચકાઓ જમીનનો તણાવ ધીમે ધીમે બહાર પાડે છે, જે મોટા ભૂકંપના જોખમને ઘટાડી શકે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments