Friday, January 30, 2026
Homeગુજરાતવાવ-થરાદ: ધોળે દિવસે યુવતીનું અપહરણ, વીડિયો વાયરલ થતા ચકચાર

વાવ-થરાદ: ધોળે દિવસે યુવતીનું અપહરણ, વીડિયો વાયરલ થતા ચકચાર

વાવ-થરાદ વિસ્તારમાં ધોળે દિવસે યુવતીના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવતીના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હોવાનું દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં ધારિયા, લાકડી અને ધોકા જેવા હથિયારો સાથે કેટલાક લોકો ઘરમાં ઘુસતા અને દરવાજો તોડી યુવતીને જબરદસ્તી લઈ જતા નજરે પડે છે.
પ્રાથમિક માહિતી મુજબ અપહરણ કરાયેલી યુવતી મૈત્રી કરાર હેઠળ રહેતી હતી, જેના કારણે વ્યક્તિગત અદાવત અથવા જૂના વિવાદની આશંકા સેવાઈ રહી છે. ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. વીડિયો વાયરલ થતાની સાથે જ પોલીસે મામલે તપાસ શરૂ કરી છે અને સંડોવાયેલા શખ્સોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments