Title:
હળવદમાં ગૌશાળા નજીક મોડી રાત્રે ફાયરિંગ, ખંડણી કેસના વેરની તપાસ
News:
હળવદઃ શહેરના સરકારી આવાસ નજીક આવેલી ગૌશાળા પાસે મોડી રાત્રે ફાયરિંગની ઘટના બનતા વિસ્તારમાં ભય ફેલાયો હતો. બંધ રૂમના બારણાં પર ફાયરિંગ કરવામાં આવતા લોકોમાં આતંકનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ ફિરોઝ સંધી દ્વારા થોડા દિવસ અગાઉ પાંચ લાખ રૂપિયાની ખંડણી માગવાના મામલે ફરિયાદ નોંધાઈ હતી. ટ્રાન્સપોર્ટના ધંધા સંબંધિત રીતે બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી રકમ માંગવામાં આવી હોવાની ફરિયાદ હતી, જેના કારણે વેરભાવથી ફાયરિંગ કરાયું હોવાની આશંકા છે.
આ મામલે ધાંગધ્રાના બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં હળવદ પીઆઈ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. હાલ પોલીસે અજાણ્યા ફાયરિંગ કરનારાઓની ધરપકડ માટે તપાસ તેજ કરી છે.
