Title:
મકનપુર દરિયાકાંઠે ન્હાવા ગયેલા રાજસ્થાનના 4 યુવકો ડૂબ્યા, એક ગુમ
News:
દેવભૂમિ દ્વારકાઃ દ્વારકાના મકનપુર ગામ નજીક દરિયાકાંઠે ન્હાવા ગયેલા ચાર મિત્રો અચાનક ડૂબતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. દરિયાની તીવ્ર લહેરો અને ઊંડાણના કારણે યુવકો મુશ્કેલીમાં ફસાયા હતા.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. ત્રણ યુવકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે એક યુવક દરિયામાં ગુમ થયો છે.
મળતી માહિતી મુજબ ચારેય યુવકો રાજસ્થાનથી દ્વારકા પ્રવાસે આવ્યા હતા. ફાયર વિભાગની ટીમ દ્વારા ગુમ થયેલા યુવકની શોધખોળ સતત ચાલુ છે.
