Title:
મોબાઈલ હેકિંગથી લાખોની ઠગાઈ: સુરત ક્રાઈમ બ્રાન્ચે 10 સાયબર ઠગોને ઝડપી લીધા
News:
સુરતઃ સુરત ક્રાઈમ બ્રાન્ચે સાયબર ફ્રોડ કરતી ટોળકી સામે મોટી કાર્યવાહી કરીને 10 આરોપીઓની ધરપકડ કરી છે. આ ટોળકી વિવિધ રાજ્યના લોકોને નિશાન બનાવી ઓનલાઈન છેતરપિંડી આચરી રહી હતી.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ તમિલનાડુના કોઇમ્બતુરમાં રહેતા એક સિનિયર સિટીઝનનો મોબાઈલ હેક કરી ₹16.49 લાખની રકમ ઉઠાવી હતી. આ બાબતે કોઇમ્બતુરમાં સાયબર છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો.
મામલો આંતરરાજ્ય સ્તરનો હોવાથી સુરત ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી લીધા હતા. બાદમાં તમામ આરોપીઓને વધુ તપાસ અને કાર્યવાહી માટે તમિલનાડુ પોલીસને સોંપવામાં આવ્યા છે.
