એક સિનિયર સિટીઝન મહિલાને ‘ડિજિટલ અરેસ્ટ’ના બહાને સાયબર ઠગોએ ₹33.35 લાખ પડાવવાનો પ્રયાસ કર્યો હતો. ઠગોએ વૃદ્ધાના ફોન પર અલગ-અલગ ખોટા દસ્તાવેજો મોકલી તેમને ભયમાં મૂક્યા હતા અને બેંકમાંથી તમામ ડિપોઝિટ ઉપાડી એક ખાતામાં જમા કરાવવાની સૂચના આપી હતી.
આ દરમિયાન બેંકના અધિકારીઓને લેવડદેવડ શંકાસ્પદ લાગતાં તાત્કાલિક અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચને જાણ કરવામાં આવી. માહિતી મળતાં જ સાયબર ક્રાઈમની ટીમ મણિનગરમાં રહેતી વૃદ્ધાના ઘરે પહોંચી અને તેમની સાથે વાતચીત કરી સમગ્ર કૌભાંડનો ખુલાસો કર્યો.
સમયસરની કાર્યવાહીથી સાયબર ક્રાઈમ બ્રાન્ચે ફ્રોડનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો અને વૃદ્ધાને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી. આ ઘટનાએ ફરી એકવાર સાયબર ઠગાઈ સામે સતર્કતા રાખવાની જરૂરિયાત દર્શાવી છે.
