રાજકોટઃ ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં જંગલી પ્રાણીનો આતંક જોવા મળી રહ્યો છે. ઢાંક ગામના સરપંચ અને અન્ય એક વ્યક્તિ પર હુમલો કર્યો. હુમલામાં સરપંચ સહિત અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્તો સારવાર અર્થ ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખસેડાયા છે. સ્થાનિકોએ જાણ કરતા વન વિભાગે તપાસ હાથ ધરી છે. હુમલાની ઘટનાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં કડકડતી ઠંડી બાદ આંશિક રાહત, બે દિવસ બાદ ઠંડીનો ચમકારો ઘટ્યો
રાજ્યમાં કડકડતી ઠંડી બાદ આંશિક રાહત મળી છે. બે દિવસ બાદ ઠંડીનો ચમકારો ઘટ્યો છે. સૂસવાટા મારતા પવનોએ વિરામ લીધો છે. હવામાન વિભાગ પ્રમાણે બે દિવસ ઠંડીમાં રાહત મળશે. આવતીકાલ બાદ ફરી ઠંડીનું જોર વધી શકે છે. બે દિવસ બાદ ફરી હાડ થીજવતી ઠંડીની શક્યતા છે.
રાજકોટઃ ધોરાજી નગરપાલિકાની પાણીની લાઈનમાં ભંગાણ
રાજકોટઃ ધોરાજી નગરપાલિકાની પાણીની લાઈનમાં ભંગાણ પડ્યુ છે. લાઈનમાં ભંગાણ સર્જાતા પાણીના ફુવારા છૂટ્યા. ધોરાજીના જમનાવડ રોડ વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થયું છે. હજારો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યુ છે.
