ભરૂચઃ SIRની પ્રક્રિયાને લઈને કોંગ્રેસનો વિરોધ યથાવત છે. કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચ ઘર્ષણ થયુ. ચોક્કસ વર્ગના મતદારોના નામ ખોટી રીતે કાઢી નાખ્યાનો આરોપ છે. કોંગ્રેસ આગેવાનો આરોપ સામે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. કલેક્ટર કેબિન બહાર જ બેસીને વિરોધ કરતા પોલીસે હટાવ્યા. ભાજપના ઈશારો અધિકારીઓ કામ કરતા હોવાનો કોંગ્રેસનો આરોપ છે.
ભાવનગરઃ બગદાણા આશ્રમના સેવક પર હુમલાનો કેસ,SITની તપાસમાં વિલંબ પર ઉઠ્યા સવાલ
ભાવનગર જિલ્લાના બગદાણા આશ્રમના સેવક પર થયેલા હુમલા મામલે રચાયેલી SITની તપાસમાં થઈ રહેલા વિલંબને લઈને અનેક સવાલો ઊભા થયા છે. SITની ટીમ છેલ્લા 17 દિવસથી તપાસમાં લાગેલી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર માહિતી સામે આવી નથી. ગઈકાલે માયાભાઈ આહિરના પુત્ર જયરાજની SIT દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં આ કેસમાં 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમજ 6 આરોપીઓની પૂછપરછ કરવામાં આવી છે. જોકે, SITના અધિકારી તેમજ રેંજ IG દ્વારા આ મામલે કોઈપણ પ્રકારની માહિતી આપવાનો ઈનકાર કરવામાં આવ્યો છે. હુમલાની સમગ્ર તપાસ અંગે પોલીસ તરફથી સ્પષ્ટ અને નક્કર માહિતી ન મળતા મામલે ચર્ચા અને અસમંજસની સ્થિતિ સર્જાઈ છે.
