Friday, January 30, 2026
HomeગુજરાતSIR અંતર્ગત રાજકોટ જિલ્લામાં મતદારયાદી શુદ્ધિકરણ અભિયાન પૂર્ણ, કલેક્ટરે પત્રકાર પરિષદમાં ખુલાસા...

SIR અંતર્ગત રાજકોટ જિલ્લામાં મતદારયાદી શુદ્ધિકરણ અભિયાન પૂર્ણ, કલેક્ટરે પત્રકાર પરિષદમાં ખુલાસા કર્યા

રાજકોટ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) અંતર્ગત હાથ ધરાયેલ મતદારયાદી ચકાસણી અભિયાન પૂર્ણ થયું છે. આ અંગે જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપી હતી.

કલેક્ટરે જણાવ્યું કે રાજકોટ જિલ્લાની કુલ ૮ વિધાનસભા મતવિસ્તારોમાં સમાવિષ્ટ ૨૩,૯૧,૦૨૭ મતદારોની BLO દ્વારા સ્થળ પર જઈ ખરાઈ કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં ૮,૨૩,૬૬૮ મતદારોનું વર્ષ ૨૦૦૨ની મતદારયાદી સાથે સેલ મેપિંગ કરાયું છે, જ્યારે ૧૦,૦૬,૧૭૭ મતદારોનું વંશાવલી (પ્રોજની) મેપિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે.

ચકાસણી દરમિયાન ૨,૨૫,૫૧૨ મતદારોનું મેપિંગ ન થવાનું સામે આવ્યું છે. સાથે જ ૮૯,૫૫૩ મતદારો અવસાન પામેલા હોવાનું નિશ્ચિત થતા તેમના નામ ડ્રાફ્ટ મતદારયાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. સ્થળ પર મળી ન આવેલા ૫૮,૯૪૨ મતદારો તેમજ કાયમી સ્થળાંતર કરેલા ૧,૬૯,૧૩૫ મતદારોના નામ પણ ડ્રાફ્ટ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ૧૦,૭૩૬ ડુપ્લિકેટ મતદારો હોવાનું સામે આવતાં તેમના નામ દૂર કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય વિવિધ કારણોસર ૭,૩૦૪ મતદારોના નામ ડ્રાફ્ટ મતદારયાદીમાંથી કમી કરવામાં આવ્યા છે.

કલેક્ટરે ઉમેર્યું હતું કે મતદારયાદીને વધુ પારદર્શક, અદ્યતન અને વિશ્વસનીય બનાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. SIR અંતર્ગત કરવામાં આવેલી આ કામગીરીથી આગામી ચૂંટણી પ્રક્રિયામાં ચોકસાઈ અને ન્યાયસંગતતા વધુ મજબૂત બનશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments