Homeગુજરાતરાજકોટમાં સરદાર પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે પદયાત્રાનું આયોજન

રાજકોટમાં સરદાર પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે પદયાત્રાનું આયોજન

રાજકોટમાં લોખંડ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વદેશી અપનાવો અને આત્મનિર્ભર બનવાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના હેતુથી આ પદયાત્રા યોજાઈ છે.


ધારાસભ્ય રમેશભાઈ ટીલાણાની આગેવાનીમાં યોજાયેલી આ પદયાત્રા ગોંડલ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળથી શરૂ કરવામાં આવી છે. આ પદયાત્રા રાજકોટથી કાગવડ સુધી જશે, જેમાં એક હજારથી વધુ લોકો ઉત્સાહપૂર્વક જોડાયા છે.


ત્રણ દિવસ સુધી ચાલનારી આ પદયાત્રા 26, 27 અને 28 તારીખે યોજાશે. અંતે કાગવડ ખાતે પદયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. પદયાત્રા દરમિયાન સરદાર પટેલના વિચારો, સ્વદેશી ભાવના અને આત્મનિર્ભર ભારતના સંદેશને પ્રસારિત કરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments