બાંગ્લાદેશની પૂર્વ પ્રધાનમંત્રી અને પ્રખ્યાત રાજકીય નેત્રી ખાલિદા ઝિયાના અવસાન બાદ તેમના અંતિમ સંસ્કારમાં ભારત તરફથી વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ધાકાની મુલાકાત લેશે. ભારત સરકાર દ્વારા તેમને અધિકૃત પ્રતિનિધિ તરીકે મોકલવાનો નિર્ણય લેવાયો છે.
ખાલિદા ઝિયાનું લાંબી બિમારી બાદ 80 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના અવસાનથી બાંગ્લાદેશ સહિત સમગ્ર દક્ષિણ એશિયામાં શોકની લાગણી વ્યાપી છે. બાંગ્લાદેશમાં તેમના સન્માનમાં રાજ્ય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે.
ડૉ. એસ. જયશંકર અંતિમ સંસ્કાર વિધિમાં હાજરી આપીને ભારત તરફથી શ્રદ્ધાંજલી અર્પણ કરશે. આ મુલાકાત ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના કૂટનીતિક અને ઐતિહાસિક સંબંધોને દર્શાવે છે.
ખાલિદા ઝિયા બાંગ્લાદેશની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી રહી ચૂકી છે અને દેશના રાજકીય ઇતિહાસમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.
ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ધાકા જશે
RELATED ARTICLES
