Friday, January 30, 2026
HomeGujaratરાજકોટ: પાળ ગામમાં ભુમાફિયાનો બેફામ ત્રાસ, કિંમતી જમીન પર કબજાનો પ્રયાસ CCTVમાં...

રાજકોટ: પાળ ગામમાં ભુમાફિયાનો બેફામ ત્રાસ, કિંમતી જમીન પર કબજાનો પ્રયાસ CCTVમાં કેદ

રાજકોટના પાળ ગામમાં ભુમાફિયાઓ દ્વારા કિંમતી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવવાનો પ્રયાસ સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર ઘટનાની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાથી મામલો વધુ ગંભીર બન્યો છે.

પાળ ગામની સર્વે નંબર 1002 પર આવેલી કિંમતી જમીન અમિષ રામાણીની કાયદેસર માલિકીની છે. તેમ છતાં ગત 9 અને 10 ડિસેમ્બરના રોજ ભુમાફિયાઓએ આ જમીન પર ડોળો નાખીને બળજબરીથી કબજો મેળવવાનો પ્રયાસ કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આરોપી મેહુલ ડાયા માટિયા અને મેહુલ અરજણ માટિયા નામના શખ્સોએ જમીન પર ગેરકાયદેસર પ્રવેશ કરી ત્યાં હાજર વ્યક્તિ પર હિંસક હુમલો કર્યો હતો. બેફામ માર મારવાના કારણે વિસ્તારમાં ભય અને আতંકનો માહોલ સર્જાયો હતો.

પોતાની ગેરકાયદેસર હરકતો છુપાવવા માટે આરોપીઓએ ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. તમામ ઘટનાઓ કેમેરામાં કેદ થઈ ગઈ હોવાથી હવે તે પોલીસ તપાસમાં મહત્વપૂર્ણ પુરાવા બની રહ્યા છે.

આ સમગ્ર મામલે અમિષ રામાણી દ્વારા લોધિકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને કડક કાર્યવાહી હાથ ધરવાની વાત કરી છે.

રાજકોટમાં સતત વધી રહેલા જમીન હડપના બનાવો ફરી એકવાર કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નો ઊભા કરી રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments