Thursday, February 19, 2026
Homeગુજરાતરાજકોટ શહેરમાં આજે એક સાથે અનેક મહત્વના બનાવો સામે આવ્યા છે.

રાજકોટ શહેરમાં આજે એક સાથે અનેક મહત્વના બનાવો સામે આવ્યા છે.

બીજી તરફ, PSI અને લોકરક્ષકની ભરતી માટે પરીક્ષા કાર્યક્રમ જાહેર થતા આજથી 13,591 જગ્યાઓ માટે શારીરિક કસોટીનો આરંભ થયો છે. મહિલા ઉમેદવારો માટે આ શારીરિક કસોટી 21 જાન્યુઆરીથી 6 માર્ચ સુધી યોજાશે. રાજ્યભરમાં 15 જેટલા ગ્રાઉન્ડ પર પરીક્ષા યોજાઈ રહી છે, જેમાં રાજકોટમાં આશરે 500 મહિલા ઉમેદવારો શારીરિક કસોટીમાં ભાગ લઈ રહ્યા છે.

આ ઉપરાંત રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે મહત્વની કાર્યવાહી કરતા એન્ડેવર કારમાં બનાવેલા ચોર ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી છે. નંગ-૧૯ મુજબના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શૈક્ષણિક ક્ષેત્રે પણ રાજકોટમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.D. અભ્યાસની ફીમાં 260 ટકા જેટલો વધારો કરાતા વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. NSUI દ્વારા યુનિવર્સિટી તંત્ર સામે વિરોધ પ્રદર્શન કરી એક અઠવાડિયાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. માંગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

આ સાથે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ‘કોંગ્રેસ આપ કે દ્વાર’ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિસ્તારોમાં જઈ સ્થાનિક નાગરિકોની સમસ્યાઓ અને સુવિધાઓ અંગે અભિપ્રાય મેળવવામાં આવ્યા છે. રસ્તા, પાણી, ડ્રેનેજ સહિતના મુદ્દાઓ અંગે લોકોની રજૂઆત સાંભળી તેને તંત્ર સુધી પહોંચાડવાની ખાતરી આપવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments