કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા છે. સરકારે પેકેજના નામે ખેડૂતોને માત્ર પડીકુ આપ્યુ હોવાનુ જણાવ્યુ. જેમા એક વીઘામાં માત્ર 3500 રૂપિયા મળશે. સરકારે આપેલી સહાયમાં ખાતર કે ડીઝલનો ખર્ચ પણ ન નીકળે. અમૂલ ડેરીમાં નોકરી માટે 15 થી 25 લાખનો ભાવ ચાલે છે. હવે નવા બોર્ડમાં તો 35 લાખ થઈ ગયો છે. બચુભાઈ ખાબડની થોડી તપાસમાં જ 100 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યુ છે. ક્યાંય પણ ભ્રષ્ટાચાર થયો હોય તો તેની માહિતી આપજો, જન આક્રોષ યાત્રામાં તેને ઉજાગર કરીશુ.
સુરત: ઉમરામાં પોલીસે દુકાનદાર સાથે કરેલ ગેરવર્તન મામલે ACP એ આપ્યા તપાસના આદેશ
સુરત: ઉમરામાં પોલીસે દુકાનદાર સાથે કરેલ ગેરવર્તન મામલે ACP દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વીડિયો બે દિવસ પહેલાનો હોવાનું છે ACP દ્વારા જણાવ્યુ છે. વધુમાં જણાવ્યુ કે પ્રાથમિક તપાસમાં પોલીસની કોઈ ગેરવર્તણૂંક જણાઈ નચીય પોલી દ્વારા દુકાનદારને અગાઉ પણ સૂચના આપવામાં આવી હતી. “રાત્રે બાર વાગ્યા સુધી દુકાન ચાલુ ન રાખવા સૂચના અપાઈ હતી. દુકાનો બંધ કરાવાય તેવી સ્થાનિકોની પોલીસને ફરિયાદ મળી હતી. ચાની લારી, પાનના ગલ્લા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. પોલીસ સાથે ગેરવર્તન થયું તે પછીના આ દ્રશ્યો છે. સંપૂર્ણ તપાસ બાદ જે પણ દોષી હશે તેની સામે પગલાં લેવાશે. રાત્રીના સમયે દુકાનદાર સાથે પોલીસની રકઝકનો વીડિયો વાયરલ થયો હતો.
