સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.D. અભ્યાસ માટેની ફીમાં 260 ટકા જેટલો ભારે વધારો કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ મુદ્દે NSUI દ્વારા ખુલ્લો વિરોધ નોંધાવી યુનિવર્સિટી પ્રશાસન સામે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. NSUIના આગેવાનોએ જણાવ્યું કે આટલો મોટો ફી વધારો ગરીબ અને મધ્યવર્ગીય વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણના દરવાજા બંધ કરવા સમાન છે. માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી એક અઠવાડિયામાં ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી સાથે યુનિવર્સિટી તંત્રને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.
