મહેસાણાના પ્રખ્યાત થોળ પક્ષી અભયારણ્યમાં આગામી 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ પ્રવાસીઓ માટે પ્રવેશ બંધ રહેશે. આ દરમિયાન અભયારણ્યમાં દેશી તેમજ વિદેશી પક્ષીઓની ગણતરી (બર્ડ સેન્સસ) યોજાનાર હોવાથી, પક્ષીઓને કોઈપણ પ્રકારની ખલેલ ન પહોંચે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગાંધીનગર સ્થિત ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન દ્વારા આ અંગે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ શનિવાર અને રવિવારે સહેલાણીઓ અભયારણ્યમાં પ્રવેશ કરી શકશે નહીં. વન વિભાગ દ્વારા જનતાને આ નિર્ણયમાં સહયોગ આપવા અને નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
