અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂનો વેપલો ઝડપાયો. હોસ્ટેલના કેમ્પસ પાસે દારૂની બોટલોનો ઢગલો જોવા મળતાં ચકચાર મચી. અંદાજે 100થી વધુ વિદેશી દારૂની બોટલો મળી આવતા ખળભળાટ મચ્યો છે. NSUIના કાર્યકરોએ ઝાડીમાં પડેલા ખાલી દારૂની બોટલો એકત્રિત કરી. D બ્લોકના ધાબા પર પણ મોડી રાત્રે 10 બોટલો મળી આવી હતી. હોસ્ટેલમાં દારૂની મહેફિલ થતી હોવાના આક્ષેપ છે. હોસ્ટેલમાં કેવી રીતે દારુ આવ્યો તે અંગે પણ સવાલ ઉઠ્યા. અગાઉ પણ યુનિવર્સિટીના સફાઈ અભિયાનમાં દારૂની બોટલો મળી હતી.
